નેશનલ

પાર્કિંગના વિવાદમાં ક્રૂર હત્યા

શખ્સોએ પત્ની અને પુત્રની સામે જ વ્યક્તિને ઉતાાર્યો મોતને ઘાટ

દિલ્હીમાં અપરાધી માનસિકતા ધરાવતા લોકો કેટલી હદે બેખૌફ બનીને ફરી રહ્યા છે તેનું તાજુ ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં એક ઘરમાં ધડાધડ 6 લોકો ઘુસી આવ્યા અને એક વ્યક્તિની તેના પત્ની અને બાળકોની સામે જ હત્યા કરી નાખી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાડીના પાર્કિંગને લઇને મૃતકને આ શખ્સો સાથે વિવાદ થયો હતો, જેને પગલે ઝનૂનમાં આવી જઇને પરિવારજનોની સામે જ આ શખ્સોએ છરીના ઘા મારી તેની હત્યાને અંજામ આપ્યો. ઘટના બાદ વ્યક્તિને તાત્કાલિક હોસ્પીટલ લઇ જવાયો હતો પરંતુ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર અરવિંદ મંડલ પોતાના પુત્રને સ્કૂલે મુકીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમને મનોજ હલ્દર નામના યુવક સાથે અણબનાવ થયો. બંને વચ્ચે અગાઉ પણ પાર્કિંગને લઇને વિવાદ થયો હતો. જો કે આ વખતે આંશિક બોલાચાલી બાદ બંને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા.


આ બોલાચાલી બાદ શનિવારે રાત્રિના સમયે છ લોકોએ અરવિંદ મંડલના ઘરમાં બળજબરીપૂર્વક ઘુસી ગયા અને તેમના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અરવિંદની પત્ની અને તેનો પુત્ર ઘરે હાજર હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અરવિંદને પરિવારના લોકોએ હોસ્પીટલ ખસેડ્યો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી 4 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ કરી રહી છે.

સંબંધિત લેખો

Back to top button