G-20 પછી બ્રિટિશ પીએમ ઋષિ સુનક જશે આ મંદિરે દર્શન કરવા જશે…

નવી દિલ્હી: જી-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની સાથે દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠક બાદ બ્રિટિશ પીએમ તેમની પત્ની સાથે 10 સપ્ટેમ્બરના રોજ અક્ષરધામ મંદિરે દર્શન કરવા જશે. આ અંગે મંદિર પ્રશાસનને અગાઉથી જાણ કરવામાં આવી છે. જેથી કરીને તેમના સરક્ષાનું ધ્યાન રાખી શકાય.
સવારે 10 થી 12 દરમિયાન ઋષિ સુનક તેમની પત્ની સાથે અક્ષરધામ મંદિર જશે. સ્વામી નારાયણ મંદિરના મુખ્ય પૂજારી તેમનું સ્વાગત કરશે અને પછી મુખ્ય મંદિરમાં લઈ જઈ પૂજા કરાવશે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા ઉપરાંત મંદિરમાં કેટલાક એવા કાર્યક્રમો છે જે દોઢથી 4 કલાકમાં જોઇ શકાય છે.. જેમકે લેસર શો, વોટર શો, બોટિંગ શો, લાયબ્રેરી અને પ્રદર્શન જો કે અક્ષરધામને સંપૂર્ણ જોવામાં એક દિવસ પણ ઓછો પડે તેમ છે.
તેમજ મંદિરમાં તેમનો જે પણ કાર્યક્રમ છે તે પણ અગાઉથી નક્કી કરવામાં આવ્યો છે જેમાં તેઓ મુખ્ય મંદિરની પાછળ આવેલા નીલકંઠ વર્ણીના મંદિરમાં જળાભિષેક કરશે. ત્યાર બાદ તેમનો ફોટો મંદિરના મુખ્ય દ્વારની બહાર ઋષિ સુનક સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પૂજારી સાથે લેવામાં આવશે. અત્યારે મંદિરમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે અક્ષરધામ મંદિર હંમેશા આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે, તેથી આ મંદિરમાં અત્યારે ત્રણ પ્રકારની પોલીસ સુરક્ષા પૂરી પાડવમાં આવશે, જેમાં રાજસ્થાન પોલીસ કમાન્ડો, દિલ્હી પોલીસ કમાન્ડો, દિલ્હી પોલીસ યુનિટ અને અર્ધલશ્કરી દળ સુરક્ષા પૂરી પાડે છે. બ્રિટનના વડા પ્રધાન અહીં આવી રહ્યા છે. તેથી પૂર્વીય રેન્જના જોઈન્ટ કમિશનર અને ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી મંદિર પ્રશાસન સાથે ગઈકાલે સવારે મંદિરની સુરક્ષાની સમીક્ષા કરી હતી.