બ્રિટન ભારતમાં એઆઈ અને ફિનટેક ક્ષેત્રે 3.6 બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે, રોજગારીનું સર્જન થશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

બ્રિટન ભારતમાં એઆઈ અને ફિનટેક ક્ષેત્રે 3.6 બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે, રોજગારીનું સર્જન થશે

લંડન : ભારત અને બ્રિટન વચ્ચે મજબૂત વ્યાપારિક સબંધોના સંકેત મળી રહ્યા છે. જેમાં બ્રિટન ભારતના એઆઈ અને ફિનટેક ક્ષેત્રમાં રોકાણ કરવા જઈ રહ્યું છે. બ્રિટિનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે ભારતથી લંડન પરત ફર્યા બાદ આ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બ્રિટનની કંપનીઓ એઆઈ અને ફિનટેક ક્ષેત્રોમાં 3.6 બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે.જેના લીધે રોજગારીની તકો પણ વધશે.

કીર સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓ

ભારતની મુલાકાતે આવેલા બ્રિટિનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે ગુરુવારે વિવિધ મુદ્દાઓ પર વ્યાપક વાટાઘાટો અને દ્વિપક્ષીય ચર્ચાઓ થઈ હતી. સ્ટાર્મરે કહ્યું કે આ મુલાકાતથી બ્રિટનને જુલાઈમાં હસ્તાક્ષર કરાયેલા વ્યાપક વેપાર અને આર્થિક કરાર દ્વારા સર્જાયેલી તકોનો લાભ લેવામાં મદદ મળી. તેમણે ભારતમાં બ્રિટિશ વ્યવસાયો માટે વધુ દરવાજા ખોલવાનું પણ વચન આપ્યું હતું.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત; આજે ભારત અને યુકે વચ્ચે થશે FTA ડીલ, જાણો શું થશે સસ્તું?

ભારતીય વેપાર કરાર દ્વારા સર્જાયેલી તકોનો સંપૂર્ણ લાભ

કીર સ્ટાર્મર તેમની ભારત મુલાકાતના પૂર્ણ કરતા પૂર્વે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ભારતીય વેપાર કરાર દ્વારા સર્જાયેલી તકોનો સંપૂર્ણ લાભ લીધો છે. અમે યુકેમાં નવું રોકાણ કર્યું છે અને દેશભરમાં અમારા સૌથી મુખ્ય ઉદ્યોગોમાં 10,600 નવી નોકરીઓનું સર્જન કર્યું છે.

બ્રિટનની એઆઈ અને ફિનટેક કંપનીઓનું રોકાણ

યુકેની ગ્રાફકોર બેંગલુરુમાં નવા એઆઈ એન્જિનિયરિંગ કેમ્પસમાં 1 બિલિયન પાઉન્ડ સુધીનું રોકાણ કરશે. જેનાથી ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં 500 હાઈ સ્કીલ્ડ નોકરીઓનું સર્જન થશે. જયારે ફિનટેક કંપની ટાઇડ પાંચ વર્ષમાં ભારતમાં 500 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે. તેમજ રોજગારીનું સર્જન કરશે. જયારે બીજી ફિનટેક કંપની રિવોલટ આગામી પાંચ વર્ષમાં ભારતમાં 500 મિલિયન પાઉન્ડ ખર્ચ કરવાની યોજના ધરાવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button