નેશનલસ્પોર્ટસ

દિલ્હી હાઈ કોર્ટે બ્રિજભૂષણ સિંહને કોઈ રાહત ન આપી, કોર્ટમાં કરી આવી દલીલ

દિલ્હી હાઈ કોર્ટે (Delhi High court) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપને નેતા બ્રિજભૂષણ શરણ સિંહ(Brijbhushan Sharan Singh)ને કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રિજભૂષણ શરણ સિંહે તેમની સામે લાગેલા આરોપો રદ કરવા દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

બ્રિજભૂષણ સિંહ પર મહિલા રેસલર્સની જાતીય સતામણીના ગંભીર આરોપો લાગેલા છે. હાઈ કોર્ટે બ્રિજભૂષણ સિંહના વકીલને કેસ રદ કરવા તેમની તમામ દલીલો સાથે શોર્ટ નોટ રજૂ કરવા જણાવ્યું છે.

બ્રિજ ભૂષણે આ કેસમાં આરોપો સંબંધિત એફઆઈઆર, ચાર્જશીટ અને ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમની અરજીમાં દાવો કરવામાં આવ્યો કે, તેઓ મહિલા રેસલર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદો સામે કાયદાય કાર્યવાહીથી લડવા માંગે છે.

બ્રિજ ભૂષણે દલીલ કરી હતી કે તપાસ પક્ષપાતી રીતે કરવામાં આવી હતી કારણ કે ફક્ત ફરિયાદીઓના પક્ષને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો, તેઓ મારી સામે બદલો લેવા આ કરી રહ્યા છે. આરોપની અયોગ્યતાને ધ્યાનમાં લીધા વિના ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ટ્રાયલ કોર્ટે જણાવ્યું હતું કે બ્રિજભૂષણ સામે આરોપો નક્કી કારવા માટે રેકોર્ડ પર પૂરતી સામગ્રી છે. સુનાવણી દરમિયાન, બ્રિજભૂષણ સિંહના વકીલે દલીલ કરી હતી કે જાન્યુઆરી 2023 માં જંતર-મંતર પર રેસલર્સના પ્રદર્શન પહેલાં આવી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. પ્રદર્શન બાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. જે ફરિયાદકર્તાઓના છુપા એજન્ડાને છતો કરે છે કે તેઓ બ્રિજ ભૂષણને WFI પ્રમુખના પદ પરથી દૂર કરવા ઈચ્છતા હતા.

ગોંડા, બલરામપુર અને કૈસરગંજથી કુલ છ વખતના સાંસદ રહેલા બ્રિજ ભૂષણ પર છ મહિલા રેસલાર્સ દ્વારા જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપે બ્રીજ ભૂષણને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને WFI ના પ્રમુખનું પદ પણ છોડવું પડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button