જાણો .. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવા પર Brijbhushan Sharan Singhએ શું કહ્યું…
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે રેસલર વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહનું(Brijbhushan Sharan Singh) નિવેદન સામે આવ્યું છે.બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, લગભગ બે વર્ષ પહેલા 18 જાન્યુઆરીએ આ ખેલાડીઓએ એક ષડયંત્ર શરૂ કર્યું હતું. જે દિવસે આ બધું શરૂ થયું, મેં કહ્યું હતું કે આ એક રાજકીય કાવતરું હતું. આમાં કોંગ્રેસ સામેલ હતી, દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપિન્દર હુડ્ડા પણ સામેલ હતા. આખી સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. આ કોઈ ખેલાડીઓનું આંદોલન નથી. હવે લગભગ બે વર્ષ પછી આ નાટકમાં કોંગ્રેસ સામેલ હોવાનું સ્પષ્ટ થયું છે.
આ પણ વાંચો : વીનેશ ફોગાટને જુલાના બેઠક પરથી કોંગ્રેસે બનાવ્યા ઉમેદવાર; બજરંગ પુનિયા માત્ર પ્રચાર કરશે…
આ સમગ્ર આંદોલનમાં કોંગ્રેસ સામેલ હતી
તેમણે કહ્યું કે આજે એ વાત સાચી સાબિત થઈ છે કે આ સમગ્ર આંદોલનમાં કોંગ્રેસ સામેલ હતી જે અમારી વિરુદ્ધ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હતી અને તેનું નેતૃત્વ ભૂપેન્દ્ર હુડ્ડાએ કર્યું હતું. હું હરિયાણાના લોકોને કહેવા માંગુ છું કે ભૂપેન્દ્ર હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા, બજરંગ કે વિનેશ, આ લોકો છોકરીઓના સન્માન માટે ઉપવાસ પર નહોતા બેઠા
ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા જવાબદાર
જેના લીધે હરિયાણાની દીકરીઓને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. આની માટે ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા જવાબદાર છે. જે દિવસે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે ઘટનાના દિવસે હું દિલ્હીમાં હાજર ન હતો તે સાબિત થઈ જશે તે દિવસે તેઓ શું જવાબ આપશે? રાજકારણ માટે દીકરીઓનો ઉપયોગ કર્યો, દીકરીઓને બદનામ કરી. તેઓ દીકરીઓના સન્માન માટે નહિ પરંતુ રાજકારણ માટે લડી રહ્યા હતા.
આ પણ વાંચો : વિનેશ ફોગાટ, કોંગ્રેસ કી બેટી બને તો વાંધો નહીંઃ ભાજપ
ભાજપ સત્ય શોધી રહ્યું હતું
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે મહિલા રેસલર ખોટું બોલી રહી છે. જ્યારે તે ઉપવાસ પર બેઠી હતી ત્યારે દેશને લાગ્યું કે તેમાં કંઈક સત્ય હોઈ શકે છે. તેથી દેશના અનેક લોકો અને વિપક્ષી દળો તેમની સાથે આવ્યા હતા. પરંતુ ભાજપ તેમની વિરુદ્ધ ન હતું.
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે ભાજપ સત્ય શોધી રહ્યું છે. જો ભાજપ તેમની વિરુદ્ધ હોત તો મારી વિરુદ્ધ FIR નોંધાઈ ન હોત. કારણ કે મહિલા રેસલર જે કેસ અને દિવસની વાત કરી રહી છે. ત્યારે હું ત્યાં હાજર જ ન હતો. મારી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.