પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ(Mahakumbh 2025)મેળા વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ મહાકુંભ મેળા વિસ્તાર નજીક આગ લાગી છે. આ આગ અંગે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આગ પર કાબુ મેળવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. આ સમાચાર હાલ જ આવ્યા છે અમે તેને અપડેટ કરી રહ્યા છીએ. પેજ રિફ્રેશ કરતા રહેજો
Also read: મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાના અહેવાલ
મહાકુંભ મેળા વિસ્તારના તુલસી માર્ગ સેક્ટર 19 માં આગ લાગી છે. આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી છે. આગ સ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. આ ઉપરાંત ટેન્ટમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાના અહેવાલ છે. જેના લીધે 25 થી વધુ ટેન્ટ બળી ગયા છે.
સીએમ યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી
જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ વિસ્તારમાં આગની ઘટનાની નોંધ લીધી. તેમણે મુખ્યમંત્રીની આદેશ પર વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તોના યોગ્ય સારવાર માટે સૂચનાઓ પણ આપી છે.