ટોપ ન્યૂઝનેશનલ

બ્રેકિંગઃ…લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં CAA લાગુ થશે?

નવી દિલ્હીઃ લોકસભા 2024ની ચૂંટણીની હજુ સુધી તારીખો જાહેર કરવામાં આવી નથી ત્યારે કેન્દ્ર સરકાર સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના નિયમોને સૂચિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી કેન્દ્રમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા સીએએ 2019ના નિયમોને જારી કરવાની સરકારે યોજના બનાવી હોવાનું કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

કેન્દ્રમાં મોદી સરકારે સીએએનો કાયદો લાગુ કરવાની તો જાહેરાત કરવામાં આવી છે અને હવે લોકસભાની ચૂંટણી પૂર્વે નોટિફિકેશન જારી કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સીએએમ લાગુ કરવા માટે સીએએ અન્વયે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિનમુસ્લિમ નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. આ બિન-મુસ્લિમ સમુદાયો હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી છે. સંસદે ડિસેમ્બર 2019માં સંબંધિત બિલને મંજૂરી આપી હતી પછી રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી તેના વિરોધમાં દેશના અનેક ભાગોમાં પ્રદર્શનો થયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.

આ મુદ્દે સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સીએએનો નિયમ લાગુ પાડી શકે છે. આ નિયમ લાગુ પાડવામાં આવ્યા પછી કાયદો લાગુ પડશે, જ્યારે તેના કાયદાના દાયરામાં આવનારા લોકોને નાગરિકત્વ આપવામાં આવશે. જોકે, સીએએનું બિલ પસાર કરવામાં આવ્યા પછીના ચાર વર્ષમાં આ સીએએ લાગુ પાડી શક્યા નથી, કારણ કે કાયદો લાગુ પાડવા માટે નિયમો જરુરી હોય છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ મે મહિનામાં લાગુ પાડવાની સંભાવના છે. હવે કહેવાય છે કે આ ચૂંટણીની જાહેરાત પહેલા સીએએને સૂચિત કરવામાં આવે. આ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ દ્વારા પૂર્ણ કરવાની રહેશે, જે પણ નાગરિકો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી ભારત આવ્યા છે. તેઓએ તે તારીખનો ઉલ્લેખ કરવાનો રહેશે. જોકે, આ સંબંધમાં તેમની પાસેથી કોઈ દસ્તાવેજો માગવામાં આવશે નહીં.

અહીં એ જણાવવાનું કે થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સીએએને લાગુ કરવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં સીએએ લાગુ થશે અને તેને લાગુ પાડતા કોઈ રોકી શકશે નહીં. આ અગાઉ દેશમાં સીએએનો વિરોધ સૌથી પહેલા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કર્યો છે અને દાવો પણ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker