ટોપ ન્યૂઝનેશનલ

બ્રેકિંગ: હરિયાણાના રેવાડીની લાઈફ લોંગ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 40થી વધુ કામદારોની હાલત ગંભીર

રેવાડી: હરિયાણાના રેવાડીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, રેવાડીના ધારુહેડા ઔદ્યોગિક વિસ્તારમાં બોઈલરમાં વિસ્ફોટ થવાને કારણે અનેક લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. લાઈફ લોંગ નામની કંપનીનું બોઈલર ફાટવાના કારણે આ મોટો અકસ્માત સર્જાયો છે, આ કંપની હીરો મોટરસાયકલ માટે બાઈકના સ્પેરપાર્ટ્સ બનાવે છે.

હરિયાણાના ઔદ્યોગિક શહેર રેવાડીમાં શનિવારે સાંજે લાઈફ લોંગ નામની કંપનીમાં બોઈલર ફાટ્યું હતું. જેના કારણે 100થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. જેમાંથી 40 જેટલા કર્મચારીઓને ગંભીર હાલતમાં રેવાડી શહેરના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. આ ભયાનક દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ અનેક એમ્બ્યુલન્સ ગાડીઓ ફેક્ટરી પહોંચી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ગાડીઓને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એક પછી એક દાઝેલા કર્મચારીઓને બહાર કાઢીને ટ્રોમા સેન્ટર અને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button