ટોપ ન્યૂઝનેશનલ

BREAKING: ચૂંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો, ધરપકડને પડકારતી અરજી હાઈ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી શરાબ પોલીસી કૌભાંડ કેસમાં દિલ્હી હાઈ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે, દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે કથિત એક્સાઈઝ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલા નવા આદેશથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મતલબ કે તે અત્યારે તિહાર જેલમાં જ રહેશે અને ત્યાંથી સરકાર ચલાવશે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વિનરની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.

અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા પોતાની ધરપકડને પડકારતી અરજી હાઈ કોર્ટમાં દાખલ કરી હતી, જેની સુનાવણી બાદ હાઈકોર્ટે 3 એપ્રિલના રોજ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. કેજરીવાલે બીજી અરજી દાખલ કરી હતી જેમાં તેમણે વકીલોને મળવા માટે એકસ્ટ્રા ટાઈમ માંગ્યો છે, જે અંગે રાઉઝ એવન્યુ કોર્ટ પણ આજે ચુકાદો સંભળાવ્યો હતો.

ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કહ્યું, કે “આ કેસ જામીનની સુનાવણીનો નથી, પરંતુ ધરપકડની કાયદેસરતાને પડકારવામાં આવી છે. ED દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા તથ્યો અનુસાર કેજરીવાલ આ કૌભાંડના ષડયંત્રમાં સામેલ છે. EDએ એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ, વ્યક્તિગત રીતે અને AAP કન્વીનર તરીકે, શરાબ કૌભાંડના કાવતરામાં સામેલ હતા.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ

સ્વર્ણ કાંતા શર્માએ એમ પણ કહ્યું હતું કે કેજરીવાલ સાક્ષીઓના નિવેદનોને નકારી શકે નહીં, પરંતુ ચોક્કસપણે તેમની પૂછપરછ કરી શકે છે. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું કે EDએ પૂરતા પુરાવાના આધારે કેજરીવાલની ધરપકડ કરી છે.

ન્યાયાધીશે કેજરીવાલની એ દલીલને પણ નકારી કાઢી હતી જેમાં ધરપકડના સમય પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ન્યાયાધીશે કડક શબ્દોમાં કહ્યું, “કોર્ટ એ રાજકારણનો અખાડો નથી. ન્યાયાધીશો કાયદાને અનુસરે છે, રાજકારણને નહીં. સીએમ સહિત દરેક માટે કાયદા સમાન છે. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે સાક્ષીઓના નિવેદનોને નકારી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે 21 માર્ચના રોજ ન્યાયમૂર્તિ શર્માએ 21 માર્ચે ધરપકડ સામે સીએમની મુખ્ય અરજીની સાથે-સાથે તાત્કાલિક મુક્તિની માગ કરતી વચગાળાના રાહત માટે તેમની અરજી પર નોટિસ ફટકારી હતી. જેની છેલ્લી પતાવટ માટે 3 એપ્રિલના રોજ લિસ્ટ કરવામાં આવી હતી. 3 એપ્રિલના રોજ જસ્ટીસ શર્માએ લગભગ 4 કલાક સુધી બંને પક્ષોની દલિલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

પોતાની ધરપકડ ઉપરાંત કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં પોતાના રિમાન્ડને પણ પડકાર્યા છે. 1 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

કેજરીવાલની ગેરકાયદે રીતે કરાયેલી ધરપકડનો વિરોધ કરતા સીએમ વતી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સંઘવીએ દલીલ કરી હતી, કે ધરપકડનો તેમનો હેતુ રાજનીતિ કરવા સાથે કોઈ પણ સક્રિય ભૂમિકાથી તેમને અક્ષમ કરવાનો હતો, જેનાથી સમાન સ્તર પર મેદાન અને બંધારણની મૂળ સંરચના પર તેની પ્રતિકૂળ અસર થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button