words: Delhi, Enforcement Directorate, ED, Delhi દિલ્હી: શહેરના બિજવાસન વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના અધિકારીઓ પર જીવલેણ હુમલો થતા ખળભળાટ મચી (Attack on ED team in Delhi) ગયો છે.
Also read: Bangladesh માં હિંદુઓની હાલત કફોડી અનેક ધાર્મિક સ્થળો પર હુમલા , જુઓ વિડીયો
સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે EDની ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી ત્યારે આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો હતો, જેમાં એક અધિકારીને ઈજા પહોંચી છે.આ હુમલાની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે
શું હતો મામલો:
મળતી માહિતી મુજબ, આજે સવારે EDની ટીમ PPPYL સાયબર એપ ફ્રોડ કેસની તપાસ માટે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં પહોંચી હતી. અહીં EDની ટીમ પર આરોપી અશોક શર્મા અને તેના પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
હુમલા બાદ એક આરોપી ભાગી ગયો હતો.ઘટનાની જાન થતા જ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.આ ઘટના અંગે FIR નોંધવામાં આવી છે.