‘તાજનગરી’ પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં અખિલેશ યાદવ જોડાયા, વિરોધીઓ પર તાક્યું નિશાન
આગ્રા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આજે યુપીના આગ્રા પહોંચી હતી. તાજનગરી પહોંચેલી ‘ન્યાય યાત્રા’માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ સહભાગી થયા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ હાજર હતાં. આ દરમિયાન રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે ભાજપ કેમ નફરત ફેલાવવાનું કામ કરે છે. અમે આ નફરતને પ્રેમથી દૂર કરીશું. દેશમાં અન્યાય વધી રહ્યો છે.
કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે જો તમે ગરીબ છો તો આ દેશમાં તમને 24 કલાક અન્યાયનો સામનો કરવો પડશે. નફરતનું કારણ અન્યાય છે, તેથી અમે અમારી યાત્રામાં ન્યાય શબ્દ ઉમેર્યો.
અખિલેશ યાદવે ન્યાય યાત્રામાં આગ્રા પહોંચ્યા અને કહ્યું કે અમારો સંદેશ એક છે, ભાજપ હટાવો, દેશ બચાવો, સંકટ દૂર કરો. તેમણે કહ્યું કે અમે જય જવાન, જય કિસાન કા નારા હૈ. પરંતુ ભાજપના લોકો ભારત માતા કી જયની વાતો કરીને થાકી ગયા છે. તેમણે કહ્યું કે આ દેશનો વિચાર કરો, ખેડૂત દુઃખી છે, યુવાનો ભાંગી પડ્યા છે, યુવાનોનું કોઈ ભવિષ્ય નથી, તેમની પાસે કોઈ રોજગાર નથી. યુવકો પોતાની ડીગ્રી સળગાવીને આત્મહત્યા કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં યુપીએ સૌથી વધુ લોકોની ભરતી કરવી જોઈએ, પરંતુ રોજગાર ઉપલબ્ધ નથી. સરકારની એવી કોઈ ભરતી પરીક્ષા નથી જેના પેપર લીક થયા ન હોય. આ પેપર લીક સરકાર દ્વારા જાણી જોઈને કરવામાં આવે છે. અખિલેશે કહ્યું કે અમને આશા છે કે Indi ગઠબંધન અને PDA ની લડાઈ NDAને હરાવી દેશે.
સમાજવાદી પાર્ટી (સપ)ના વડા અખિલેશ યાદવે કહ્યું કે આગ્રા શહેર વિશ્વમાં જાણીતું છે. “મુઝે ઇસ બાત કી ખુશી હૈ કી યે મોહબ્બત કી દુકાન કો લેકર હૈ ચલે હૈ ઔર યે પુરા શહેર મોહબ્બત કા શહેર હૈ.” તમારાથી બને તેટલો પ્રેમ સાથે લઈ જાઓ અને સમગ્ર પ્રવાસ દરમિયાન વહેંચતા રહો.
અખિલેશે કહ્યું હતું કે આવનારા સમયમાં લોકશાહી બચાવવાનો પડકાર છે. સંવિધાન બચાવવાનો પડકાર છે. ભીમરાવ આંબેડકરના સ્વપ્ન, ગરીબ અને પછાતને સન્માન મળવું જોઈએ. અગાઉ જે સન્માન હતું તે ભાજપે લૂંટ્યું છે.