નેશનલ

ક્યારે અટકશે આ સિલસિલો! વધુ 27 ફ્લાઇટ્સને મળી બોમ્બની ધમકી…

Hoax Bomb Threat: દેશમાં છેલ્લા થોડા સમયથી વિવિધ એરલાઇન્સ કંપનીઓની વિવિધ ઉડાનનો સતત બોમ્બથી ઉડાવી દેવાની (bomb threats to airlines) ધમકી આપવામાં આવી છે. શરૂઆતમાં આ ધમકીઓ માત્ર કેટલીક ઉડાન પૂરતી જ મર્યાદીત હતી પરંતુ હવે દરરોજ આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ સુરક્ષા એજન્સીઓ (security agency on alert) પણ એલર્ટ છે. આ ધમકીઓની તપાસ કરવામાં આવતાં બોગસ (fake call) હોવાનું સામે આવ્યું છે. આજે ફરી 27 વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીના કારણે મુસાફરોને (airlines passengers) ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારા સામે સરકારે કરી લાલ આંખ, મેટા અને એક્સની માંગી મદદ

25 ઓક્ટોબરે કુલ 27 વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. આ કારણે કેટલાક વિમાનનું લેન્ડિંગ (flight landing) કરાવાયું તો કેટલાક વિમાનના ઉડાનમાં વિલંબ થયો હતો. જે 27 વિમાનમાં બોમ્બની ધમકી મળી છે તેમાં સ્પાઇસજેટના 7, ઈન્ડિગોના 7, એર ઈન્ડિયાના 6 અને વિસ્તારના 7 વિમાન સામેલ છે. સ્પાઈસ જેટની ફ્લાઇટ નંબર K106, UK110, UK116, UK121, UK123, UK146, UK158 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર AI105, AI101, AI103, AI116, AI309, AI111માં બોમ્બ હોવાની સૂચના મળી હતી.

આ સિવાય ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E11, 6E58, 6E17, 6E87, 6E108, 6E112, 6E133 તથા વિસ્તારની ફ્લાઇટ નંબર SG55, SG57, SG116, SG126, SG476, SG2448, SG2905માં બોમ્બ હોવાની સૂચના મળી હતી. આ પહેલાં 22 ઓક્ટોબરે 30 ફ્લાઇટમાં, 24 ઓક્ટોબરે 85 ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટમાં એર ઈન્ડિયા, વિસ્તારા, ઈન્ડિગો, અકાસા સહિત અનેક વિમાન કંપનીઓ સામેલ છે.

છેલ્લા કેટલાક દિવસોથી દેશની વિવિધ એરલાઈન્સને ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીઓ (Bomb Threat in Flights) મળી ચુકી છે. અત્યાર સુધી મળેલી તમામ ધમકીઓ પોકળ સાબિત થઇ હતી, જોકે એરલાઈન્સને કરોડોનું નુકશાન પહોંચ્યું છે અને મુસાફરોની સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થયો છે. આ મામલે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને ફટકાર લગાવી છે.

એક અહેવાલ મુજબ, છેલ્લા આઠ દિવસમાં 150 થી વધુ ફ્લાઈટ્સને ધમકીઓ મળી ચુકી છે. અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની કાર્યવાહીને માઠી અસર પહોંચી છે. એક અહેવાલ મુજબ, આ મુદ્દાને ઉકેલવા માટે સંયુક્ત સચિવ સંકેત એસ ભોંડવેની અધ્યક્ષતામાં મંગળવારે સાંજે એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Meta ના પ્રતિનિધિઓ સાથે એર ઈન્ડિયા અને વિસ્તારાના એરલાઈન અધિકારીઓએ મીટિંગમાં હાજર રહ્યા હતાં.

આ પણ વાંચો : ફ્લાઈટ્સમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ અંગે કેન્દ્ર સરકારે X ને ફટકાર લગાવી…

અહેવાલ મુજબ, સરકારે આ કટોકટીની પરિસ્થિતિમાં તેની ભૂમિકા માટે Xની ટીકા કરી હતી, સરકારે કહ્યું કે આ વર્તાવ આવા ગુનાને પ્રોત્સાહન આપવા સમાન છે. બોમ્બ થ્રેટ પોસ્ટ કરવામાં સામેલ X એકાઉન્ટ્સની યુઝર આઈડી અથવા ડોમેન વિગતો મેળવવા માટે દિલ્હી પોલીસને સંઘર્ષ કરવો પડ્યો હતો, જેના માટે સરકારે Xને ફટકાર લગાવી હતી.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker