ટોપ ન્યૂઝનેશનલ

Bomb Threat: વધુ 10 ફ્લાઈટ્સને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તમામ એજન્સી સતર્ક

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી લગભગ દરરોજ ભારતમાં કોઈને કોઈ ફ્લાઈટને બોમ્બ બ્લાસ્ટની ધમકી (Bomb threat in flights) મળી રહી છે, આ ધમકીઓ પાછળ કોઈ મોટા ષડ્યંત્રની આશંકા સેવાઈ રહી છે. એવામાં આજે, મંગળવારે ફરી એકવાર ફ્લાઈટ્સમાં બોમ્બબ્લાસ્ટના કોલથી ખળભળાટ મચી ગયો હતો. આજે ઈન્ડિગો એરલાઈન્સની 10 ફ્લાઈટને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી, ત્યાર બાદ પોલીસ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે.

અહેવાલ મુજબ આજે અમદાવાદ- જેદ્દાહ, હૈદરાબાદ-જેદ્દાહ, બેંગ્લોર- જેદ્દાહ, કોઝિકોડ- જેદ્દાહ, દિલ્હી – જેદ્દાહ, ઈસ્તાંબુલ-મુંબઈ, લખનઉ- પૂના, ઈસ્તાંબુલ- દિલ્હી, દિલ્હી – દમ્મામ અને મેંગલુરુ-મુંબઈને બોમ્બની ધમકી મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એરલાઈન્સ દ્વારા સતત મળી રહેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને તમામ એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ ટીમ (BTAC) તૈનાત કરવામાં આવી છે. જ્યારે બોમ્બની ધમકીનો કોલ આવશે ત્યારે BTAC ટીમ તાત્કાલિક કાર્યવાહી કરશે. જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી મળેલા ધમકીભર્યા કોલ્સમાંથી 90% વિદેશથી આવ્યા છે, માત્ર 10% જ કોલ્સ ભારતમાંથી આવ્યા હતાં.

આ પણ વાંચો : Airlines Bomb Threat : ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપનારને થશે જેલ? જલ્દી લાવવામાં આવશે કાયદો

ગૃહ વિભાગની સાયબર વિંગ, સુરક્ષા એજન્સી અને સ્થાનિક પોલીસને પણ વિદેશી ધમકીના કોલની તપાસ કરવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) અને વિદેશથી આવતા કોલ્સ અને મેઇલ્સના IP એડ્રેસની તપાસ કરવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, CISF, BCAS અને IBના અધિકારીઓએ ધમકીભર્યા કોલ પર અત્યાર સુધીમાં ઘણી બેઠકો કરી ચુક્યા છે. એરપોર્ટ પ્રશાસન અને અન્ય એજન્સીઓને પણ એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે. જો કે આ ધમકીઓ પાછળ કોનો હાથ છે એ હજુ સુધી જાણી શકાયું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button