Bomb મૂકવામાં આવ્યો છે, Air-Indiaની ફલાઇટને ઉડાવવાની ધમકી, આરોપી ઝડપાયો
કોચી: દેશભરમાં વિમાન અને એરપોર્ટને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકીઓ સતત મળી રહી છે . જેમાં સોમવારે મોડી રાત્રે કોચીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની(Air-India)ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તરત જ વિમાનમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેમાંથી કંઈ મળ્યું ન હતું. મળતી માહિતી મુજબ આ ધમકી એક અધિકારીને ફોન કરીને આપવામાં આવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. 29 વર્ષના આરોપીનું નામ સુહૈબ છે.
આ પણ વાંચો: મીરા રોડની વોકહાર્ટ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
એરપોર્ટતંત્રને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું
કોચી એરપોર્ટના નિવેદન અનુસાર એર ઈન્ડિયા કોલ સેન્ટરને AI149માં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ વિમાન લંડન જવાનું હતું. આ પછી એરપોર્ટતંત્રને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું અને સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. એરલાઇન સિક્યુરિટી સ્ટાફ, એરપોર્ટ સિક્યુરિટી ગ્રૂપ અને ઇનલાઇન બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ દ્વારા સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Vadodara Airportને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને CISFનું સઘન ચેકિંગ
ધરપકડ કરી પોલીસને હવાલે કરવામાં આવ્યો
જેમાં આ વિમાનનું ચેકઈન પૂરું થઈ ગયું હતું અને તે 11.50 વાગ્યે ટેકઓફ થવાનું હતું. આ તપાસ દરમિયાન ફોન કરનારને ટ્રેસ કરવામાં આવ્યો હતો. તે મલપ્પુરમ જિલ્લાનો રહેવાસી છે અને તેની પત્ની અને બાળક સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. ચેકઈન દરમિયાન તેની ધરપકડ કરી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ તંત્ર દોડતું થયું
17 જૂને દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો મેસેજ
ઉલ્લેખનીય છે કે, 17 જૂને દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. પાછળથી ખબર પડી કે મેલ મોકલનાર સગીર હતો જે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે કહ્યું કે આ મેઈલ મજાક તરીકે મોકલવામાં આવ્યો હતો. મેલ મોકલનાર બાળકની ઉંમર માત્ર 13 વર્ષની હતી. બાળકે નવું ઈમેલ આઈડી બનાવ્યું હતું અને મેઈલ મોકલ્યા બાદ તેને ડીલીટ પણ કરી દીધો હતો.