
મુંબઈઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલો થયો જેમાં 28 જેટલા નિર્દોષ લોકોનું મોત થયું. આ ઘટના દેશની સુરક્ષા પર સવાલ કર્યા છે. જો કે, અત્યારે સેના દ્વારા સર્ચ ઓપરેશન અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. લાખો લોકોએ આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી છે. એટલું જ નહીં પરંતુ બોલિવુડ અભિનેતાઓ, અભિનેત્રીઓ અને સંગીતકારોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે. મળતી વિગતો પ્રમાણે પહેલગામ હુમલા બાદ અનેક સંગીતકારોએ તેમના શો રદ કર્યાં હતા. આ ગાયકોમાં અરિજીત સિંહથી લઈને શ્રેયા ઘોષાલ સુધીના નામ શામેલ છે.
પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકો માટે શોક વ્યક્ત કરતા ગાયક એપી ઢિલ્લોને તેમના આલ્બમ લોન્ચ રદ કર્યા હતાં. આ સાથે સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, પહેલગામમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં, હું મારા આલ્બમનું પ્રકાશન આગામી સૂચના સુધી મુલતવી રાખું છું. આનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના પણ વ્યક્ત કરૂ છું.
આ પણ વાંચો: પહેલગામ હુમલા બાદ બંગાળના એક શિક્ષકે ઇસ્લામ છોડવાની જાહેરાત કરી; જાણો કેમ છે ધર્મથી નારાજ…
શ્રેયા ઘોષાલ પણ ઓલ હાર્ટ ટૂર કોન્સર્ટને રદ્દ કરી દીધો
નોંધનીય છે કે, ગાયિકા શ્રેયા ઘોષાલનો ઓલ હાર્ટ ટૂર કોન્સર્ટ શનિવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્દોર સ્ટેડિયમમાં યોજાવાનો હતો, જે આ હુમલાની ઘટના બાદ રદ કરવામાં આવ્યો હતો. શ્રેયાએ આ ઘટનાએ અંગે લખ્યું કે, તાજેતરની ભયાનક ઘટના બાદ, આયોજકો અને કલાકારોએ સંયુક્ત રીતે નિર્ણય લીધો છે કે તેઓ આગામી કોન્સર્ટ રદ કરી રહ્યા છે. આ શો 26 એપ્રિલ 2025, શનિવારના રોજ સુરતમાં યોજાવાનો હતો. એટલું જ નહીં પરંતુ જો લોકોએ આ શોની ટિકિટ લીધી હતી તેમને પૈસા પાછા આપી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે.
અરિજીત સિંહે પણ ચેન્નાઈનો કોન્સર્ટ રદ્દ કર્યો
પ્રખ્યાત ગાયક અરિજીત સિંહનો એક મોટો કોન્સર્ટ રવિવાર 27 એપ્રિલે ચેન્નાઈમાં યોજાવાનો હતો. પરંતુ પહેલગામ ઘટના બનતા આ કોન્સર્ટ પણ રદ કરવામાં આવ્યો. દક્ષિણ ફિલ્મોના પ્રખ્યાત સંગીત નિર્દેશક અનિરુદ્ધ રવિચંદર સાથે પણ આવું જ બન્યું હતું. તેમણે બેંગલુરુનો પોતાનો પ્રવાસ પણ રદ કર્યો. તે જ સમયે, બોલિવૂડ ગાયક પાપોનને પણ 26 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદમાં યોજાનારા તેમના શોને રદ કર્યો છે.