બોલિવૂડની સૌથી પ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટે અભિનેતા રણબીર કપૂર સાથેના લગ્નના બે વર્ષ બાદ સત્તાવાર રીતે પોતાનું નામ બદલી નાખ્યું છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2 ના ટ્રેલરમાં , અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેનું નામ આલિયા ભટ્ટ કપૂર છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઇન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ અને ચર્ચિત કપલ્સમાંથી એક છે. તેમના લગ્નને બે વર્ષથી વધુનો સમય થઇ ગયો છે રણબીર-આલિયાએ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં 2022માં સાદાઇથી લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ માટે ફોટા શેર કર્યા હતા. અત્યાર સુધી આલિયા ભટ્ટના નામે જ ઓળખાતી અભિનેત્રીએ તાજેતરમાં નામ બદલવાનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રી તેની ફિલ્મ જીગરાના પ્રમોશન માટે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2મા પહોંચી હતી. આ શોમાં તે કરણ જોહર અને વેદાંગ રૈના પણ તેની સાથે ફિલ્મનું પ્રમોશન કરવા આવેલા જોવા મળશે. ત્યાં તેને ગુત્થીએ આલિયા ભટ્ટ નામે સંબોધી હતી, એ સમયે આલિયાએ કહ્યું હતું કે મારુ નામ આલિયા ભટ્ટ નહીં પણ આલિયા ભટ્ટ કપૂર છે. તેણે રણબીર સાથે લગ્ન કર્યાના બે વર્ષ બાદ તેનું નામ બદલી નાખ્યું છે અને તેના નામમાં કપૂર સરનેમ જોડી દીધી છે. હકીકતમાં ગુત્થી (સુનીલ ગ્રોવર) રણબીરના હાથમાંથી ગુલાબ લેવાની ના પાડી દે છે. તે આલિયાને કહે છે, ‘તો તમે આલિયા ભટ્ટ છો’. પછી આલિયા તેને આંખો બતાવે છે અને કહે છે, ‘હું આલિયા ભટ્ટ કપૂર છું’. આ શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આલિયાનું આ નામ સાંભળીને ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.
રણબીર સાથે લગ્ન પછી આ પહેલીવાર છે જ્યારે આલિયા ભટ્ટે પોતાની ઓળખ આલિયા ભટ્ટ કપૂર તરીકે આપી છે. લગ્ન બાદ પણ તેણે સોશિયલ મીડિયા પર પણ પોતાનું નામ બદલ્યું નથી અને તે આલિયા ભટ્ટ તરીકે જ ઓળખાય છે. તેથી ચાહકોને એ જાણીને ખૂબ જ ખુશીની સાથે આશ્ચર્ય પણ થયું છે કે અભિનેત્રીએ પોતાનું નામ બદલીને આલિયા ભટ્ટ કપૂર રાખ્યું છે.
‘બ્રહ્માસ્ત્ર’માં સાથે કામ કરતી વખતે આલિયા-રણબીરે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને ફિલ્મના શૂટિંગ પછી 14 એપ્રિલ, 2022 ના રોજ આ દંપતીએ લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા મહિના પછી, આ ક્યુટ કપલે સપ્ટેમ્બરમાં પુત્રી રાહાના જન્મની ખુશખબર આપી હતી.