એશ અભિનો એક સેકન્ડનો વીડિયો સોશિલ મીડિયા પર થયો વાયરલ, ને ફરી સવાલો કરતો ગયો કે…

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન જુલાઈમાં અનંત અંબાણીના લગ્નમાં ગયા ત્યારથી તેમની વચ્ચે વૈવાહિક સમસ્યાઓની અફવાઓ ફેલાઈ રહી છે . જો કે, લગ્નની ડોક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવેલા દંપતી વચ્ચેની ક્યૂટ કેન્ડિડ મોમેન્ટ્સને કારણે બધી અટકળો પર વિરામ મૂકાઇ ગયો છે.
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ત્રણ મહિના સુધી ચાલ્યા હતા. ગુજરાતના જામનગર ખાતે આયોજિત યુગલની ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ પાર્ટીની તમામ પળો એક ડોક્યુમેન્ટ્રીમાં કેદ કરવામાં આવી છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો આ વીડિયો હાલમાં Jio સિનેમા પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.
અંબાણી પરિવારે અનંત અંબાણીની નવી ડોક્યુમેન્ટ્રી રજૂ કરી છે, જે આ વર્ષે માર્ચમાં જામનગરમાં યોજાયેલા ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક દર્શાવે છે. ડોક્યુમેન્ટરીનું ટ્રેલર પણ શેર કરવામાં આવ્યું હતું અને તેમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા હતા. વીડિયોમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે બેઠા છે. તેઓ ગીતની ધૂન પર ડાન્સ પરફોર્મન્સનો આનંદ લેતા જોવા મળ્યા હતા. અભિષેક અને ઐશ્વર્યા વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. કપલના છૂટાછેડાની અફવા વચ્ચે આ વીડિયો સામે આવ્યો છે. એશ-અભિ એકબીજાને પ્રેમથી જોઇ રહ્યા હતા. કપલ ઘણું જ ખુશ દેખાઇ રહ્યું હતું. બંનેની વચ્ચે બેઠેલી આરાધ્યા પણ હસતી અને મસ્તી કરતી જોવા મળી હતી. ત્રણેએ પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા અને ઘણા ખુશ દેખાતા હતા. એશ-અભિની સાથે જયા-અમિતાભ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ એન્જોય કરતા જોવા મળ્યા હતા.
તાજેતરમાં જ ઐશ્વર્યાએ તેના સસરા અમિતાભને તેમના 82મા જન્મદિવસની શુભેચ્છા આપતો ફોટો પણ શેર કર્યો હતો.
વર્ક ફ્રન્ટ પર, ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલવાન 2 માં જોવા મળી હતી. તેણે હજુ સુધી તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. આ દરમિયાન અભિષેક વેબ ફિલ્મ બી હેપ્પીમાં જોવા મળશે.