‘પ્રજ્વલ રેવન્ના સામે બ્લ્યુ કોર્નર નોટિસ, ઇન્ટર પોલની મદદ માંગી’-કર્ણાટકના ગૃહમંત્રી
દુષ્કર્મના આરોપોના કેસમાં ફસાયેલા જેડીએસના પૂર્વ નેતા અને કર્ણાટકના હાસન લોકસભા બેઠકના સાંસદ પ્રજજ્વલ રેવન્નાની મુશકેલીઓ વધતી ચાલી છે આ કેસમાં હવે પ્રજજ્વલ વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે આ માહિતી આપી હતી.
દુષ્કર્મ કેસના આરોપોનો સામનો કરી રહેલા પર્જજ્વલ રેવાન્ને ભારત પાર્ટ લાવવા માટે ઈંટરપોલની મદદ પણ લેવાઈ રહી છે સાથોસાથ સીબીઆઇએ બ્લૂ કોર્નર નોટિસ પણ જાહેર કરી છે
રેવન્ના પરિવાર પર ઘેરાયું સંકટ
સાંસદ પ્રજજવલ રેવાન્ન સામે દુષ્કર્મના આરોપ લાગ્યા છે આ સંબંધિત વિડિયોસ પણ સામે આવ્યા બાદ તેમાં સ્પસ્ટ થયું. જો કે કર્ણાટક સરકારે આ કેસમાં એસઆઈટી બનાવી અને રેવન્ના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ તે એસઆઈટી ના હાથમાં ના આવ્યો કહેવાય છે કે પ્રજજ્વલ રેવન્ના આ કેસ બાદ જર્મનઈ ભાગી ગયો છે.
શું હોય છે બ્લૂ કોર્નર નોટિસ
જણાવી દઇએ કે બ્લૂ કોર્નર નોટિસ એવા લોકોને ઇસ્યુ કરાય છે જેના દ્વારા કોઈ આપરાધીક કેસના સંબંધમાં વ્યક્તિની ઓળખ,જગ્યા અથવા ગતિવિધિઓ અંગે માહિતી એકત્રિત કરી શકાય
પિતા રેવન્ના પણ ફસાયા
તો જેડીએસ નેતા એચ ડી રેવન્ના અપહરણ કેસમાં નજરબંધ કરાયા છે એક મહિલાના પુત્ર એ એચ ડી રેવન્ના અને તેમના મળતિયા સતિશ સામે ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે પ્રજજ્વલ રેવન્ના દ્વારા તેમની માતા પર દુષ્કર્મનો વિડીયો મોકલાયો હતો.ત્યારથી માતા લાપતા છે. મહિલાના પુત્રની ફરિયાદ પછી એસ આઇટી એ રેવન્નાને કસ્ટડીમાં લીધા છે.