નેશનલ

નીતીશ કુમારને ફટકો, જેડીયુના મહાસચિવનું રાજીનામું

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)જાહેર થઈ ત્યારથી રાજકીય પક્ષોના અસંતુષ્ટ નેતાઓનો રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને નિતીશ કુમારની પાર્ટી જેડીયુમાંથી પણ રાજીનામા પડી રહ્યા છે. બિહારમાં જેડીયુના મહાસચિવ મોહમ્મદ અલી અશરફ ફાતમી (Ali Ashraf Fatmi)એ મુખ્યમંત્રી નિતિશ કુમાર(CM Nitish Kumar)નો સાથ છોડી દીધો છે. તેમણે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મોહમ્મદ અશરફે પાર્ટી સાથેનો છેડો ફાંડી નાખતા નિતિશ કુમારને જબરદસ્ત ફટકો પડ્યો છે.

જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ અલી અશરફ ફાતમી પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. હવે અખબારી અહેવાલ એવા છે કે અલી અશરફ ફાતમી આવતીકાલે (20 માર્ચ)ના રોજ લાલુ યાદવની પાર્ટી આરજેડીમાં જોડાઈ શકે છે. અગાઉ પણ તેઓ આરજેડીની ટિકિટ પર દરભંગા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ મિથિલાંચલની દરભંગા કે મધુબની લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે.

આ પણ વાંચો

‘દરવાજા ખુલ્લા છે…’, લાલુ યાદવની કમબેક ઓફર પર નીતીશ કુમારે આપ્યો આ જવાબ!

રાજીનામાના પત્રમાં મોહમ્મદ અલી અશરફ ફાતમીએ લખ્યું છે કે, “નૈતિક મૂલ્યોની રક્ષા માટે હું જનતા દળ યુનાઈટેડના તમામ પદો સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરવામાં આવે.” તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો છે. ઉલ્લેખનિય છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી નીતિશ કુમાર પાસે છે. થોડા દિવસો પહેલા લલન સિંહે આ પદ છોડી દીધું હતું અને સીએમ નીતિશ કુમાર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

મોહમ્મદ અલી અશરફ ફાતમીએ શા માટે રાજીનામું આપ્યું તેને લઈને રાજકારણ ગરમાયું છે. જો કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે તેઓ દરભંગા કે મધુબની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા પણ બંને સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. આવી સ્થિતિમાં જો તેઓ જેડીયુમાં જ રહ્યા હોત તો તેમને આ બેઠક ન મળી હોત.

ઉલ્લેખનિય છે કે અલી અશરફ ફાતમીએ 10મી, 11મી, 12મી અને 14મી લોકસભામાં દરભંગા સીટ જીતી હતી. 2019માં RJDમાંથી તેમના સસ્પેન્ડ થવાનું મુખ્ય કારણ લાલુ પરિવાર પ્રત્યેનો અનાદર હતો. ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે તેઓ આરજેડી સાથે જઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો