નેશનલ

આમ આદમી પાર્ટીને ફટકોઃ મની લોન્ડરિંગ કેસમાં વધુ એક વિધાનસભ્યની ઈડીએ કરી અટક

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના વધુ એક વિધાનસભ્યની મુશ્કેલીઓ વધારો થયો છે. આપના વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાન ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ઇડીએ દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત ગેરરીતિઓ પર પૂછપરછ કરી હતી. ઇડીએ લગભગ નવ કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આપના વિધાનસભ્યની વચગાળાની જામીન અરજી રદ કરી હતી અને તેમને 18 એપ્રિલે ઇડી તપાસમાં સામેલ થવાનો નિર્દેશ પણ આપ્યો હતો. 50 વર્ષીય આપ વિધાનસભ્ય ઓખલા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.


આ પણ વાંચો:
મની લોન્ડરિંગ કેસમાં ‘બિગ બૉસ’ ફેમ અબ્દુ રોઝિકની મુશ્કેલી વધી

ઇડી ઓફિસ જતા અગાઉ તેમણે દાવો કર્યો હતો કે મેં દરેક નિયમનું પાલન કર્યું છે. જ્યારે તેઓ વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે તમામ પ્રકારની કાયદાકીય સલાહ લીધી હતી. આ કામ 2013માં આવેલા નવા એક્ટ હેઠળ કરવામાં આવ્યું છે.


અમાનતુલ્લાહ ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે. આરોપ એવો હતો કે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે આપ ધારાસભ્યએ ભ્રષ્ટાચાર અને પક્ષપાત કર્યો હતો. આ સિવાય દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી હતી. તેમના પર દિલ્હી સરકારની અનુદાન સહિત બોર્ડ ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button