ઈરાનમાં વિસ્ફોટ: ઓછામાં ઓછાં ૧૦૩નાં મોત | મુંબઈ સમાચાર
નેશનલ

ઈરાનમાં વિસ્ફોટ: ઓછામાં ઓછાં ૧૦૩નાં મોત

તહેરાન: વર્ષ ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલામાં મૃત્યુ પામેલા ઈરાનના વિખ્યાત જનરલની યાદમાં યોજાયેલા સમારોહમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં ૧૦૩ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૧૮૮ જણ ઘાયલ થયા હોવાનું પ્રસારમાધ્યમના બુધવારના

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

ઉપલબ્ધ કરાવેલા આંકડાઓ માટે સમાચાર એજન્સીએ કેરમાન ઈમરજન્સી સર્વિસિસના વડા ડૉ. મોહમ્મદ સાબેરીને ટાંક્યા હતા.

જનરલ કાસિમ સોલેમનીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલા સમારોહ દરમિયાન આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

રિવોલ્યૂશનરી ગાર્ડના મુખ્ય દળના વડા કાસિમ સોલેમાનીનું જાન્યુઆરી ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હતું.

વિસ્ફોટનું કારણ જાણી શકાયું નહોતું. વિસ્ફોટને પગલે થયેલી નાસભાગમાં અમુક લોકો ઘાયલ થયા હોવાનું વહીવટકર્તાઓએ કહ્યું હતું.

સોલેમની ઈરાનની સેનાની પ્રવૃત્તિના ઘડવૈયા હતા. વર્ષ ૨૦૨૦માં તેમનાં અંતિમસંસ્કાર દરમિયાન મચેલી ભાગદોડમાં ૫૬ જણનાં મોત અને ૨૦૦થી વધુ લોકો થયાં હતાં. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button