તમિલનાડુમાં ફટાકડા બનાવતા બે એકમમાં વિસ્ફોટ: ૧૪નાં મોત
વિરુધુનગર (તમિલનાડુ): વિરુધુનગર જિલ્લાના બે ગામ રંગાપાલાયમ અને કિચાનાયાકાનપટ્ટી ગામમાં ફટાકડા બનાવતા બે એકમમાં મંગળવારે આગની બે જુદી ઘટનામાં ૧૪ જણનાં મોત થયા હતા અને બેને ઈજા થઈ હતી. રંગાપાલાયમમાં સ્થિત ફટાકડાના એકમમાં અચાનક જ વિસ્ફોટ થયો હતો. સાત મૃતદેહ બળેલી હાલતમાં મળ્યા હતા અને તેમની ઓળખ હજુ થઈ શકી નથી, તેવું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું. આગમાંથી બચાવી લેવાયેલા ત્રણ વ્યક્તિનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કિચાનાયાકાનપટ્ટી ગામમાંના એક ફાયર ફ્રેકર યુનિટમાં વેમ્બુ નામના એક પુરુષનું મૃત્યુ થયું હતું. બે
મહિલા શ્રમિકને બચાવી લેવામાં આવ્યા હતા, જેમની સારવાર શ્રીવીલ્લીપુત્તુર ગવર્મેન્ટ હૉસ્પિટલમાં ચાલી રહી છે.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને અકસ્માતમાં મૃત્યુ થયા છે તેમની પ્રતિ દિલસોજી વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિવારો માટે રૂા. ત્રણ લાખનું અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય તેમના માટે રૂ. એક લાખનું વળતર જાહેર કર્યું છે.