પીએમની મુલાકાત પહેલા ચંદીગઢમાં બ્લાસ્ટઃ આ સિંગરની લાઉન્જ બહાર ધડાકા

ચંદીગઢઃ પંજાબના ચંદીગઢમાં બે બ્લાસ્ટ થયા છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા આ ઘટના બની છે. મોદી અહીં 3જી ડિસેમ્બરના રોજ આવવાના છે.
આજે સવારે બે લાઉન્જ બહાર બ્લાસ્ટ થયો છે. સેક્ટર નબંર 26માં સેવિલે અને ડિઓરા ક્લબ બહાર આ બ્લાસ્ટ થયા છે. સેવેલ લાઉન્જ જાણીતા રેપ સિંગર બાદશાહની છે. અહીં સવારમાં ધડાકા થયા છે. ધડાકા થયા બાદ બારીઓના કાચ તૂટી ગયા છે. જોકે કોઈ જાનમાલની ખાસ નુકસાની થઈ નથી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે દેશી બૉમ્બ હતા અને તે ખાસ કોઈ તીવ્રતાવાળા ન હતા. નકાબ પહેરેલા બે ત્રણ જણ બાઈકમાં આવી બૉમ્બ ફેંકી નાસી ગયા હતા. આ ચંદીગઢનો પૉશ એરિયા છે.
આ પણ વાંચો…આજે છે ભારતનો બંધારણ દિવસ, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને તેનાથી સંબંધિત મહત્વની બાબતો
આગામી મહિનાની ત્રીજી તારીખે વડા પ્રધાન અહીં આવવાના છે, તેથી સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે પોલીસે જોવાનું રહેશે.