ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલમાં અંધારપટ: અનેક દરદીનાં મોત
દેઇર અલ-બલાહ (ગાઝા પટ્ટી): ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના શેરીયુદ્ધનો અનેક નિર્દોષ લોકો પણ ભોગ બની રહ્યા છે. ઇઝરાયલના દળોએ ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલને ઘેરી લેતા ત્યાંના જનરેટરમાં પણ ઈંધણ પૂરું થયું હતું અને તેને લીધે હૉસ્પિટલમાં અંધારપટ છવાયો હતો અને તેને લીધે અધૂરા મહિને જન્મેલા એક બાળક સહિત પાંચ દરદી માર્યા ગયા હતા.
ઇઝરાયલ હમાસના ત્રાસવાદીઓનું હાલમાં મુખ્ય મથક શિફા હૉસ્પિટલ હોવાનો દાવો કરે છે અને જણાવ્યું હતું કે હમાસના ત્રાસવાદીઓ નાગરિકોનો નમાનવ-ઢાલથ તરીકે ઉપયોગ કરે છે અને હૉસ્પિટલમાં જ અનેક બંકર તૈયાર કર્યા છે. ઉત્તર ગાઝામાં શેરી યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ત્યાં જીવનાવશ્યક ચીજોનો પુરવઠો પહોંચાડવો મુશ્કેલ બની ગયો છે. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને અંધારપટ છે. ઘણાં તબીબી સાધનો પણ કામ કરતા બંધ થઇ ગયા છે. હૉસ્પિટલના ઇન્ટેન્શિવ કૅરમાંના દરદીઓ જલદી મરી રહ્યા છે.
હૉસ્પિટલમાં જનરેટર ઈંધણના અભાવે બંધ પડતા પાંચ દરદી માર્યા ગયા હતા. અહીં અધૂરા મહિને જન્મેલા અંદાજે ૩૭ બાળક છે.
ઇઝરાયલ નાગરિકો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નાસી શકે, તે માટે દરરોજ ચોક્કસ કલાક માટે દક્ષિણ ગાઝાનો માર્ગ ખુલ્લો મૂકે છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે નાગરિકોને કોઇ પણ પ્રકારની હાનિ થાય, તો તેની જવાબદારી હમાસની રહેશે, કારણ કે ગાઝામાં ત્રાસવાદીઓ સામાન્ય નાગરિકોને નમાનવ-ઢાલથ બનાવી રહ્યું છે. હમાસના ત્રાસવાદીઓએ સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર કરેલા રોકેટ હુમલા બાદ શરૂ થયેલી લડાઇમાં અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને અન્ય સેંકડો લોકો ઘાયલ થયા છે.
(એજન્સી)