નેશનલ

જમ્મુ કાશ્મીરમાં હાર બાદ ભાજપનો પ્લાન હવે શું હશે?

નવી દિલ્હી: જમ્મુ કશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપે હેટ્રિક કરી છે, તો જમ્મુમાં ભાજપ અને નિરાશા મળી છે. હકીકતમાં લોકસભાની ચૂંટણી બાદ આ બે રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘણા જ આશ્ચર્યજનક છે, પરંતુ લોકશાહીમાં અસલી તાકાત લોકો પાસે હોય છે.

હરિયાણામાં એવું માનવામાં આવતું હતું કે આ વખતે ભાજપની હાર થશે, પરંતુ ભાજપને અહીં સતત ત્રીજી વખત જીત મેળવીને ગઢ ટકાવી રાખ્યો છે. તે જ સમયે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ કાર્યોની જાહેરાતો છતાં પણ ભાજપને હાર મળી છે. જમ્મુંમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ કાશ્મીરમાં હંમેશાની જેમ આ વખતે પણ ભાજપ તેનું ખાતું ખોલાવી શકી નથી. જમ્મુમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અહીં વિધાનસભાની 90 બેઠકો છે, જેમાંથી 43 બેઠકો જમ્મુમાં અને ૪૭ બેઠકો કાશ્મીરમાં છે. ચૂંટણી પરિણામોમાં જમ્મુની સીટો પર નજર કરીએ તો ભાજપ એ 29 સીટો જીતી છે. હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપને સારા મત મળ્યા છે અને ભાજપ જમ્મુ વિસ્તારમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે.

આ પણ વાંચો : Haryana ની હારમાં ઇન્ડી ગઠબંધનની જીત, પીએમ મોદી-અમિત શાહને પરેશાન કરશે ભાજપનો વિજય…


જોકે, કાશ્મીરમાં આ વખતે પણ ભાજપના હાથ ખાલી જ રહ્યા છે. 47 બેઠકો વાળા કાશ્મીર ક્ષેત્રમાં ભાજપ એક પણ સીટ પર પોતાનું ખાતું ખોલાવી શકી નથી. 2019માં કલમ 370 હટાવ્યા બાદ ભાજપે જમ્મુ કશ્મીરના વિકાસમાં કોઈ કસર છોડી નથી, પરંતુ અહીં તેની કોઈ અસર દેખાઇ નથી.

ભાજપે દાયકાઓ સુધી અશાંતિનો સામનો કર્યા બાદના શાંત કાશ્મીરનુ ચિત્ર રજૂ કરીને મત માંગ્યા હતા. લાંબા સમય સુધી જમ્મુ કાશ્મીરનો વહીવટ કેન્દ્ર સરકાર પાસે હતો. આવી સ્થિતિમાં કશ્મીરમાં સુરક્ષા, રોજગારીની તકો અને પ્રવાસન જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાજપ ચૂંટણીમાં ઉતરી હતી, પરંતુ ભાજપની રણનીતિ આ વખતે પણ નિષ્ફળ ગઈ છે.

કાશ્મીરમાં ભાજપની હારના કારણો અને સમીક્ષા કરીએ તો એક બાબત આંખે ઉડીને વળગે તેવી છે કે કાશ્મીર ખીણ વિસ્તારમાં લાંબા સમય સુધી નિયંત્રણો હતા. રાજકીય પંડિતોનું એમ પણ માનવું છે તે કલમ 370 નાબૂદ કર્યા બાદ લોકોના મનમાં રહેલી પીડાઓને દૂર કરવાના ભાજપના પ્રયાસો મોળા સાબિત થયા છે. લોકોએ આતંકવાદ પથ્થરમારો અને અલગતાવાદ જેવા સમસ્યા સામે સરકારની કાર્યવાહીને સમર્થન તો આપ્યું પરંતુ ખીણ વિસ્તારની મોટાભાગની વસ્તીને એમ લાગ્યું કે આની આડમાં તેમનું સ્વતંત્રતા ઝુંટવી લેવામાં આવી રહ્યું છે. ડર બતાવીને તેમનો વિરોધ દબાવી દેવામાં આવ્યો છે, જેને કારણે ભાજપ ખાતું ખોલાવી શક્યો નથી.

ભાજપ કશ્મીરમાં મળેલી નિષ્ફળતાની સમીક્ષા કરવા માટે બેઠક તો યોજશે જ અને તેમાં નિષ્ફળ જવાના કારણોની પણ ચર્ચા થશે જ અને તેની સામે પગલા પણ લેવામાં આવશે જ, પરંતુ તેમના પગલાં કેટલા સફળ સાબિત થાય છે અને જમ્મુ કાશ્મીરની નવી સરકાર કેન્દ્ર સરકાર સાથે કેવો તાલમેલ મેળવીને કામ કરે છે એ તો આવનારો સમય જ કહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button