દિલ્હી ચૂંટણીમાં ભાજપનો પહેલો વિજય, વિશ્વાસ નગરથી ઓપી શર્માનો વિજય

દિલ્હીની વિશ્વાસ નગર બેઠકને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. આ બેઠક છેલ્લા 13 વર્ષથી ભાજપના ખાતામાં છે. આવી સ્થિતિમાં આ વખતે પણ વિશ્વાસ નગરમાં લોકો કોના માથે તાજ પહેરાવશે તેની લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવે આ બેઠક ઉપરાંત અન્ય બે બેઠકના પરિણામ આવી ગયા છે.
શહાદરાની વિશ્વાસ નગર વિધાનસભાની બેઠક ભાજપનો ગઢ કહેવાય છ. આમ આદમી પાર્ટી છેલ્લા દસથી વધુ વર્ષથી દિલ્હીમાં પ્રભુત્વ ધરાવે છે, પરંતુ વિશ્વાસ નગર બેઠક છેલ્લા 13 વર્ષથી ભાજપ પાસે છે. ભાજપે ચોથી વખત વર્તમાન વિધાનસભ્ય ઓમ પ્રકાશ શર્મા પર દાવ લગાવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસે વિશ્વાસ નગરથી રાજીવ ચૌધરીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસ અને આપ માટે ભાજપનો ગઢ તોડવાનો મોટો પડકાર હતો.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોને આવવાની શરૂઆત થઈ ગઈ છે. વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમત મેળવતી દેખાય છે. દિલ્હીમાં ભાજપને પહેલી જીત મળી ગઈ છે. વિશ્વાસ નગર વિધાનસભા બેઠક પરથી ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર ઓમ પ્રકાશ શર્મા જીત્યા છે એવી ચૂંટણી પંચે માહિતી આપી છે.
આ પણ વાંચો…કેજરીવાલ વિધાનસભ્ય પણ નહીં રહે, ફરી જશે જેલમાંઃ જાણો કોણે કહ્યું
આ ઉપરાંત શાલીમાર બાગથી ભાજપના રેખા ગુપ્તા જીત્યા છે તો કુંડલી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના કુલદીપકુમાર જીત્યા છે