નેશનલ

ભાજપની મહિલા નેતાના પુત્રના 130 અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ, જાણો વિગત…

લખનઉઃ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેનાથી યુપીના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો હતો. ભાજપની મહિલા નેતાના પુત્રના 130 અશ્લીલ વીડિયો વાઇરલ થયા હતા. આ મુદ્દે વિપક્ષે ભાજપને ઘેર્યું હતું.

ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયવીર સિંહે કહ્યું કે,મહિલા ભાજપમાં નથી, તેને 2022માં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવી હતી. ઉપરાંત જયવીર સિંહ રાઠોડે અખિલેશ યાદવ પર પણ પ્રહાર કર્યા હતા.

વીડિયોમાં ભાજપ મહિલા નેતાના પુત્રને એક યુવતી સાથે આપત્તિજનક હાલતમાં જોઈ શકાય છે. આ મુદ્દે યુવતીએ સ્વયં સામે આવીને યુવક પર ગંભીર આરોપ લગાવ્યા હતા. યુવતીએ તેને નશીલો પદાર્થ ખવરાવીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું અને વીડિયો બનાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત મહિલાએ તેને બદનામ કરવા અન માનસિક રીતે તોડી નાંખવા વીડિયો વાઇરલ કર્યો હોવાનું જણાવ્યું હતું.

મહિલાએ પોલીસને જણાવ્યું કે, વીડિયો તેની અંગત જિંદગી સાથે જોડાયેલો છે. આ લોકો તેને બ્લેકમેલ કરી રહ્યા છે અને તેની પાસે પૈસા માંગી રહ્યા છે. મહિલાએ એફઆઈઆરમાં પૈસા નહીં આપ તો તોરી ઈજ્જતના ધજાગરા કરી દઈશું તેવી ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ ઉપરાંત મહિલાએ એફઆઈઆરમાં એમ પણ લખાવ્યું છે કે, વીડિયો અને ફોટો વાઇરલ થવાથી તેની સામાજિક છબી ખરડાઈ છે અને તે માનસિક તણાવમાંથી પસાર થઈ રહી છે. હવે તેને જીવવા કરતાં મરી જવું સારું રહેશે તેમ લાગી રહ્યું છે. મહિલાએ પોલીસને મામલાતની ગંભીરતાને સમજી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના બાની ગામના રહેવાસી ભાજપ નેતા મનોહર લાલ ધાકડનો એક વાંધાજનક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે હાઇવે પર ગંદી હરકતો કરતા જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button