નેશનલ

ભાજપ રાજસ્થાનને મહિલાઓ માટે સુરક્ષિત અપરાધમુક્ત રાજ્ય બનાવશે: મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ ભાજપને જીતાડશે તો રાજસ્થાનને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાનું, રાજસ્થાનમાં મહિલાઓ માટે સુરક્ષિત માહોલ બનાવવાનો અને ભયનું વાતાવરણ નાબૂદ કરવાનો સંકલ્પ ભાજપે કર્યો છે.
રાજસ્થાનમાં પચીસ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે.
મોદી શનિવારે ચૂંટણી પ્રચાર માટે ભરતપુર પહોંચ્યા હતા ત્યાં એમણે એક સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ૩ ડિસેમ્બરના રોજ રાજસ્થાનની જનતા અને કૉંગ્રેસ સીએમ ગહલોતને સાફ કરી દેશે.
આ સાથે જ એમણે ભાજપે આપેલા વચનો પાળવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
એમણે જણાવ્યુ હતું કે અહીંની જનતા ભાજપની સરકાર બનાવવા માટે ઉત્સાહિત છે.
સીએમ ગેહલોત પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અમુક લોકો પોતાને જાદુગર માને છે પણ રાજયની જનતા કહે છે કે ૩જી ડિસેમ્બરે અહીંથી છૂમંતર થઇ જાવ.
પીએમ મોદીએ રાજસ્થાનની જનતાને ભયને રાજ્યમાંથી સંપૂર્ણ રીતે દૂર કરવાનું વચન આપ્યું હતું.
તેમણે કહ્યું કે અહીં મહિલાઓ માટે સુરક્ષિત માહોલ બનાવવામાં આવશે.
પીએમ મોદીએ અપરાધને મામલે રાજસ્થાનની રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે એક તરફ ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ રાજસ્થાનમાં કૉંગ્રેસના રાજમાં છેલ્લાં પાંચ વર્ષોમાં અપરાધ, હુલ્લડ અને ફરિયાદ ખૂબ વધ્યા છે.
કૉંગ્રેસ પાર્ટી તુષ્ટિકરણમાં વિશ્વાસ કરે છે. તુષ્ટિકરણ માટે કૉંગ્રેસ તમારા જીવ જોખમમાં નાખતાય અચકાતી નથી.
રામનવમી હોય, હોળી અથવા હનુમાન જયંતી હોય, અહીં લોકો કોઈ પણ તહેવાર શાંતિથી ઉજવી નથી શકતા. રાજસ્થાનમાં કર્ફ્યુ, પથ્થરબાજી અને તોફાનો જ જોવા મળે છે.
કૉંગ્રેસની સરકાર જ્યાં હોય ત્યાં અપરાધીઓ, આતંકીઓ અને દંગાઈઓ બેલગામ થઈ જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button