નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રસના વડા મમતા બેનર્જીને પડકાર ફેંક્યો હતો. ગઈ કાલે શનિવારે તેમણે કહ્યું કે ભાજપા પશ્ચિમ બંગાળમાં ‘રાષ્ટ્રવાદી ડબલ એન્જિન સરકાર’ લાવવા અને રાજ્યમાં મમતા બેનર્જી સરકારના શાસનનો અંત લાવવા માટે કામ કરી રહી છે. સુભેન્દુ અધિકારીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા પર ચર્ચા અંગે સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં ચાલી રહેલા પ્રદર્શન મુદ્દે, અધિકારીએ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર હિન્દુઓ વિરુદ્ધ હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો કે, “આજે પશ્ચિમ બંગાળમાં TMCના શાસનમાં હિંદુઓ જોખમમાં છે. TMC રાજ્યમાં સ્થાયી થવા માટે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી કરાવી રહી છે અને રાજ્યની વસ્તીને બદલી રહી છે. રાજ્યની વર્તમાન સરકાર ધીમે ધીમે પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશનો ભાગ બનાવશે.”
સુભેન્દુ અધિકારીએ કહ્યું, “ભાજપ પશ્ચિમ બંગાળમાં ‘રાષ્ટ્રવાદી ડબલ એન્જિન સરકાર’ બનાવવાની દિશામાં કામ કરી રહી છે.”
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ