![A file image of BJP President Amit Shah with Prime Minister Narendra Modi](/wp-content/uploads/2023/12/A-file-image-of-BJP-President-Amit-Shah-with-Prime-Minister-Narendra-Modi.webp)
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) નવી સરકારની રચનાની તૈયારીઓ કરી (Delhi Government) રહી છે. અહેવાલ મુજબ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી શકે છે. વડા પ્રધાન મોદીની અંતિમ મંજૂરી મળ્યા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં (Delhi CM) આવશે. આ જાહેરાત થતાંની સાથે જ શપથ ગ્રહણ સમારોહની તારીખ તાત્કાલિક નક્કી કરવામાં આવશે.
Also read : PM Modi-Donald Trump વચ્ચેની બેઠક મુદ્દે ચીનને લાગ્યા મરચા, કહ્યું જોજો ત્રીજાને…
અહેવાલ મુજબ 19 કે 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહના સ્થળ માટે જગ્યા અંગે પણ ચર્ચા થઈ રહી છે. આ કાર્યક્રમ રામલીલા મેદાનમાં યોજાઈ તેવી શક્યતા વધુ છે.
વડાપ્રધાનની મંજુરીની રાહ:
અમેરિકાની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી પરત ફરી રહ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાનનું નામ પસંદ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના વિધાનસભ્ય દળની બેઠક 16 થી 18 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ શકે છે. જેમાં મુખ્યપ્રધાનનું નામ પ્રસ્તાવિત કરવામાં આવશે અને મંજૂરી બાદ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાનની જાહેરાત કરશે.
Also read : પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ અંગે થરુરે ખુશી વ્યક્ત કરીને શું કહ્યું, જાણો?
રાજૌરી ગાર્ડનના વિધાનસભ્ય મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે મારા મત મુજબ 20 ફેબ્રુઆરી સુધીમાં નવી સરકારની રચના થઈ જશે. નવી સરકાર 19 કે 20 ફેબ્રુઆરીની આસપાસ કાર્ય કરવાનું શરૂ કરશે. 100 દિવસમાં સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું, શહેરમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવી, હવાના પ્રદુષણ અને યમુના પ્રદૂષણને ઘટાડવા કામ શરૂ કરવું એ નવી સરકારની પ્રાથમિકતાઓ હશે.