મધ્ય પ્રદેશમાં ભાજપ પાંચમી વખત સરકાર બનાવશે: ચૌહાણ | મુંબઈ સમાચાર
નેશનલ

મધ્ય પ્રદેશમાં ભાજપ પાંચમી વખત સરકાર બનાવશે: ચૌહાણ

ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ત્રણ ડિસેમ્બરે રાજ્યમાં પાંચમી વખત સરકાર બનાવશે.
મહિલાઓ માટે તેમની સરકારની મુખ્ય ‘લાડલી બેહના યોજના’ નો ઉલ્લેખ કરતા, ચૌહાણે સોમવારે રાત્રે સિહોર જિલ્લાના બુધની ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ભાજપે રાજ્યમાં કરેલા કાર્યો માટે લોકો આશીર્વાદ આપશે. ભાજપના કાર્યકરોએ નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે અને “લાડલી બેહના (યોજનાની લાભાર્થી બહેનો)એ પક્ષની જીત સુનિશ્ર્ચિત કરવા માટે બધા અવરોધોને દૂર કર્યા છે.
ભાજપે અગાઉ ૨૦૦૩, ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૨૦માં રાજ્યમાં સરકારો બનાવી હતી.
ચૌહાણે ૧૭ નવેમ્બરે બુધની વિધાનસભા બેઠક પરથી છઠ્ઠી વખત ચૂંટણી લડી હતી. કૉંગ્રેસે ટીવી સિરિયલમાં હનુમાનની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રમ મસ્તલને ચૌહાણ સામે મેદાનમાં ઉતાર્યા છે. સમાજવાદી પાર્ટીએ મિર્ચી બાબાને મેદાનમાં ઉતાર્યા હતા, જેમણે ૨૦૧૯માં ભોપાલ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહની જીત માટે મરચાંનો ઉપયોગ કરીને ‘હવન’ કર્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button