Video: ભાજપને બહુમતી ના મળી તો સમર્થકે ટીવી તોડ્યું પછી આગ લગાવી, જુઓ વિડીયો
ગઈ કાલે જાહેર થયેલા લોકસભા ચૂંટણી 2024ના પરિણામ (Election Result) મુજબ NDA ગઠબંધન કેન્દ્રમાં સરકાર બનાવી રહ્યું છે, પરંતુ ભાજપના સમર્થકો નિરાશામાં છે. 400 પારની આશા સામે ભાજપ પોતાના બળ પર 240 બેઠકો જ જીતી શક્યું. ભાજપને ઓછી બેઠકો મળતા રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશર(Govind Parashar)એ રોષે ભરાઈને એક ટેલિવિઝન તોડી નાખ્યું, અને પછી ટીવીને આગ લગાડી દીધી.
હિન્દુત્વવાદી કાર્યકર્તા ગોવિંદ પરાશરે આવી હરકતો દ્વારા મીડિયાનું ધ્યાન આકર્ષવા માટે જાણીતા છે, તેમણે 4 જૂનના રોજ જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામો સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. ટીવી તોડવાનો અને બાદમાં તેને સળગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Govind Parashar, president of Rashtriya Hindu Parishad, broke his TV over election results in Agra, UP. pic.twitter.com/cIQMtAb04V
— Piyush Rai (@Benarasiyaa) June 4, 2024
એક નિવેદનમાં, પરાશરે કહ્યું, “દેશ ફરી એકવાર એવા લોકોના હાથમાં આવી ગયો છે જેઓ ‘ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ’ કહેતા હતા.”
તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટીએ તેના કાર્યકરોનું સન્માન કરવું જોઈએ અને પાર્ટીમાં તેમને પ્રાથમિકતા આપવી જોઈએ.”
વિડિયોમાં જોવા મળે છે કે તે દિવાલ પરથી ટીવી ઉતારી બહાર કાઢે છે અને તેને વારંવાર જમીન પર પછાડે છે જ્યારે બે લોકો તેને રોકવાનો પ્રયાસ કરે છે. ત્યાર બાદ તે પગ વડે લાત મારીને ટીવી તોડે છે.