નેશનલ

દિલ્હી વિસ્ફોટ અંગે મહેબુબા મુફ્તીના નિવેદનની ભાજપે આકરી ટીકા કરી

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ અંગે પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ આપેલા નિવેદનની ભાજપે આકરી ટીકા કરી છે. મહેબુબા મુફ્તીએ વિસ્ફોટ બાદ જણાવ્યું હતું કે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ દેશમાં વધતી અસુરક્ષા ભાવના અને જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારની નીતિઓની નિષ્ફળતા પ્રદર્શિત કરે છે. ભાજપે આ નિવેદનની ટીકા કરી અને કહ્યું આ હુમલાખોરો માટે બહાના બનાવી રહ્યા છે. તેમજ કટ્ટરપંથીઓને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહેબુબા મુફ્તીએ આતંકવાદ પર બુરહાન વાણીનું સમર્થન કર્યું હતું

આ અંગે ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ એક્સ પર લખ્યું કે, મહેબુબા મુફ્તીએ આતંકવાદ પર બુરહાન વાણીનું સમર્થન કર્યું હતું. તે હવે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના આતંકીઓને યોગ્ય ગણાવી રહ્યા છે.

તેમજ કહે છે કે આતંકવાદ માટે હિંદુ-મુસ્લિમ અને નફરત જવાબદાર છે. તેમજ તેમણે વિપક્ષના વલણ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, કોંગ્રેસના નેતુત્વવાળો વિપક્ષ આતંકવાદીઓની સમર્થન કરતા કેમ અચકાતો નથી.

આપણ વાચો: દિલ્હી વિસ્ફોટ કેસમાં બે નવા ખુલાસા, બ્લાસ્ટ સ્થળે ત્રણ કારતૂસ મળી આવ્યા

કેન્દ્રની નીતિઓએ દિલ્હીને અસુરક્ષિત બનાવી દીધું

આ ઉપરાંત મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે દુનિયાને કહ્યું કે કાશ્મીરમાં બધું બરાબર છે. પરંતુ કાશ્મીરની સમસ્યાઓ લાલ કિલ્લાની સામે જોવા મળી. જમ્મુ કાશ્મીરને સુરક્ષિત બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ તે વચન પૂર્ણ કરવાને બદલે કેન્દ્રની નીતિઓએ દિલ્હીને અસુરક્ષિત બનાવી દીધું છે.

તેમજ જો કોઈ ડૉક્ટર શરીર પર વિસ્ફોટક બાંધીને પોતાને અને અન્ય લોકોને મારી નાખે છે. તો તેનો અર્થ એ છે કે દેશમાં સુરક્ષા નથી. તમે હિન્દુ-મુસ્લિમ રાજકારણ રમીને મત મેળવી શકો છો પરંતુ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે ખબર નથી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button