ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે રાજ્યસભામાં ભાજપની તાકાત વધી, આંકડો 100ને પાર | મુંબઈ સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે રાજ્યસભામાં ભાજપની તાકાત વધી, આંકડો 100ને પાર

નવી દિલ્હી : સંસદનું મોનસુન સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું હતું. તેમનો કાર્યકાળ વર્ષ 2027 સુધીનો હતો. જોકે, આ દરમિયાન રાજયસભામાં ભાજપની તાકાતમાં વધારો થયો છે. જેમાં નવા ચાર સાંસદો ઉમેરાતા ભાજપનું રાજયસભામાં સંખ્યાબળ 102 થયું છે.

એપ્રિલ 2022 બાદ પ્રથમ વાર સંખ્યા 100ને પાર

છેલ્લા એક માસમાં રાષ્ટ્રપતિએ ચાર સાંસદોને નિયુક્ત કર્યા છે. જેમાં ત્રણ ભાજપના સાંસદ છે. જેના લીધે રાજ્યસભામાં તેની તાકત વધી છે. રાજયસભામાં ભાજપના સાંસદની સંખ્યા 102 થઈ છે. આ સમગ્ર ઘટના ક્રમ ઉપરાષ્ટ્રપતિની
ચૂંટણી પૂર્વે બન્યો છે. આ નવા સાંસદોમાં ઉજ્જવલ નિકમ, હર્ષ વર્ધન શ્રિંગલા અને સી. સદાનંદ માસ્ટરના નામમો સમાવેશ થાય છે. તેમજ રાજ્ય સભામાં એપ્રિલ 2022 બાદ પ્રથમ વાર છે જયારે ભાજપનું સંખ્યાબળ 100ને પાર પહોંચ્યું છે. ભાજપ પાસે હાલ 102 સભ્ય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજ્યસભાના નવા સાંસદોમાં ઉજ્જવલ નિકમ મોટા એડવોકેટ છે. જયારે હર્ષ વર્ધન શ્રિંગલા
વિદેશ સચિવ રહી ચુકેલા છે. તેમજ સી. સદાનંદન માસ્ટર એક સમાજ સેવક છે. આ લોકોએ ગત મહિને રાજ્યસભામાં સાંસદ તરીકે શપથ લીધી હતી. તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.

આ પણ વાંચો…‘પીઓકે’ કોંગ્રેસે ગુમાવ્યું અને ભાજપ પાછું લાવશેઃ રાજ્યસભામાં ચર્ચા વખતે અમિત શાહ આક્રમક

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button