નેશનલ

કોંગ્રેસનું હિન્દુત્વ જ્ઞાન એટલે ‘મીર જાફરની વફાદારી’ જેવુંઃ ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી

નવી દિલ્હીઃ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત હિંન્દુ ધર્મ અને હિન્દુત્વ મુદ્દે વાક્બાણથી જંગ જામેલી જ રહે છે. ત્યારે મણિશંકર અય્યર દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુત્વ પર કરવામાં આવેલી ટિપ્પણીના મુદ્દે ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી.આર. કેસવને આ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મણિશંકર અય્યર દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુત્વ મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીને પગલે રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી.આર. કેસવને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને રાહુલ ગાંધી જે પ્રકારે હિન્દુત્વ પર જ્ઞાન આપી રહ્યા છે, તે એટલું જ હાસ્યાસ્પદ છે જેટલું ઔરંગઝેબ દ્વારા સહિષ્ણુતા કે મીર જાફર દ્વારા વફાદારી પર પ્રવચન આપવું. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા હિન્દુ ધર્મ અને હિન્દુત્વના મૂળભૂત મૂલ્યો એવા સમાનતા અને સર્વસમાવેશકતાથી તદ્દન વિપરીત છે

સી.આર. કેસવને વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું ધાર્મિક પુનરુત્થાન સુનિશ્ચિત કર્યું છે અને તેમનું ‘વિકસિત ભારત’નું વિઝન આપણી પરંપરા અને સંસ્કૃતિના મૂલ્યોમાં મૂળ ધરાવે છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસનો એજન્ડા માત્ર ધાર્મિક તુષ્ટિકરણ પર આધારિત ભાગલાવાદી રાજનીતિ કરવાનો રહ્યો છે. ભાજપના આ પલટવારથી ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે હિન્દુત્વ અને રાજકારણને લઈને ચર્ચાઓ તેજ બની છે.

આ પણ વાંચો…લોકસભા પહેલા ભાજપમાં ગયેલા કદાવર નેતાનો દમ ઘુંટાતા ફરી કોંગ્રેસનો પંજો પકડ્યો!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button