નેશનલ

Loksabha Election 2024 : ભાજપે સાંસદ જયંતસિંહાને કારણ દર્શક નોટિસ પાઠવી, મતદાન નહિ કરવા સહિતના અનેક મુદ્દે ખુલાસો માંગ્યો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં(Loksabha Election 2024) ભારતીય જનતા પાર્ટી (BJP) એ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિંહાને (Jayant Sinha) કારણ દર્શક નોટિસ પાઠવી છે. નોટિસમાં ચૂંટણી પ્રચારમાં ભાગ ન લેવા અને મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા પછી પક્ષની છબી ખરાબ કરવા સહિતના મુદ્દા દર્શાવવામાં આવ્યા છે. તેમને પાસે 2 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. જયંત સિન્હાએ સોમવારે પાંચમા તબક્કાના મતદાન દરમિયાન હજારીબાગમાં મતદાન કર્યું ન હતું. પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિંહાના પુત્ર જયંત સિંહા હજારીબાગથી વર્તમાન સાંસદ છે.

હજારીબાગના વર્તમાન સાંસદ જયંત સિન્હાને કારણ દર્શક નોટિસ પાઠવી

ન્યૂઝ એજન્સી અનુસાર, ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હજારીબાગના વર્તમાન સાંસદ જયંત સિન્હાને કારણ દર્શક નોટિસ પાઠવી છે અને તેમને 2 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જ્યારથી પાર્ટીએ મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારથી તમે સંગઠનાત્મક કાર્ય અને ચૂંટણી પ્રચારમાં કોઈ રસ નથી લઈ રહ્યા. તેમજ લોકશાહીના પર્વમાં તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવો યોગ્ય ન હોવાનું દર્શાવ્યું છે.

તમામ બાબતો જયંત સિન્હાના જવાબ પર નિર્ભર રહેશે

ભાજપના પ્રદેશ મહાસચિવ આદિત્ય સાહુએ આ નોટિસ પાઠવી છે. પાર્ટીએ બે દિવસમાં જયંત સિંહા પાસેથી સ્પષ્ટતા માંગી છે. ભવિષ્યની કાર્યવાહી વિશે પૂછવામાં આવતા ભાજપના પ્રદેશ મહાસચિવ આદિત્ય સાહુએ સમાચાર એજન્સીને કહ્યું કે તે તમામ બાબતો જયંત સિન્હાના જવાબ પર નિર્ભર રહેશે.

ઉલ્લેખનીય છે કે, માર્ચની શરૂઆતમાં, તૃણમૂલ કોંગ્રેસના નેતા યશવંત સિંહાના પુત્ર જયંત સિન્હાએ પક્ષ પ્રમુખ જેપી નડ્ડાને તેમને ચૂંટણીકાર્યમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. જે દર્શાવે છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા નહોતા માંગતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button