નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત 13 માર્ચ બાદ ગમે ત્યારે થઇ શકે છે. દરેક પક્ષ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. વિરોધ પક્ષોએ પીએમ મોદીના આનેડીએને હરાવવા માટે ઇન્ડિયા ગઠબંધન રચીને કમર કસી છે. તો ભાજપ પણ તેના ઘટક દળો સાથે સીટ શેરિંગ પર ચર્ચા વિચારણા કરી રહ્યું છે. આજે સવારે જ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરશે એવા સમાચાર આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપ 400 બેઠકો પર ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યું છે, જેના માટે દરેક બેઠક માટે અલગ-અલગ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવી જ એક બેઠક છએ હરિયાણાની રોહતકની.
રોહતકની સીટને હોટ સીટ કહેવામાં આવે છે. હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડા આ બેઠક પરથી ત્રણ ટર્મથી સાંસદ રહ્યા છે. પરંતુ ભાજપ આ વખતે ર્તમાન સાંસદ અરવિંદ શર્માને બદલે કોઇ બીજા ઉમેદવાર પર દાવ લગાવવાનું વિચારી રહી છએ. ભાજપ આ સીટ પરથી આ વખતે કોઇ બોલિવૂડ અભિનેતાને ઉતારવા માગે છે.
બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમણે રાજકારણમાં પણ ઝઁપલાવ્યું છે. કેટલાક એમાં સફળ પણ રહ્યા છે અને આજે પણ રાજકારણમાં છે, તો કેટલાક નિષ્ફળ પણ રહ્યા છે અને તેમણે રાજકારણને બાય બાય કરી દીધું છે. હવે બોલિવૂડ સ્ટાર્સની યાદીમાં એક વધુ નામ ઉમેરાવા જઇ રહ્યું છે, જે રાજકારણમાં ઝંપલાવશે. આને લઇને અટકળો પણ તેજ થઇ ગઇ છે. આ કલાકાર બીજુ કોઇ નહીં પણ આપણા બોલિવૂડના વીર સાવરકર બનેલા હરિયાણવી સ્ટાર રણદીપ હુડા. સૂત્રોનું માનીએ તો ભાજપ આ વખતે રોહતકથી રણદીપ હુડાને ઉમેદવારી આપી શકે છે, કારણ કે રણદીપ હુડા પણ રોહતકનો જ છે.
ભાજપે હાલમાં જ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. રોહતકની હોટ સીટ માટે ત્રણ ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી રહી છે. ડો. અરવિંદ શર્મા, ઓપી ધનખર અને અભિનેતા રણદીપ હુડા, જેમાં રણદીપ હુડાનું પલડું ભારે છે.
નોંધનીય છે કે રોહતક લોકસભા સીટ પરથી ભાજપના અરવિંદ શર્મા સાંસદ છે. 2019માં તેમણે આ સીટ પરથી કોંગ્રેસના દીપેન્દ્ર હુડાને હરાવ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને