PM Modi in Jaipur: જયપુરમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા: મહિલા શક્તિના થશે દર્શન
જયપુર: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જયપુરમાં એક જનસભાને સંબોધીત કરશે. આ જનસભાને ઐતિહાસીક બનાવવા માટે ભાજપે સંપૂર્ણ લગાવી દીધી છે. કારણ કે આજે પંડિત દિન દયાલ ઉપાધ્યાયનો જન્મ દિવસ પણ છે. તથા મહિલા અનામત બિલ પાસ થચા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જયપુરમાં આ પહેલી જનસભા છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં આ જનસભા ખૂબ મહત્વની છે. આ જનસભા બાદ જ ટિકીટ અને કેટલકાં નેતાઓના ભવિષ્યની તસવીર સાફ થઇ જશે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભામાં મહિલાઓનું વિશેષ યોગદાન રહેશે આજે અહીં નારી શક્તીનું દર્શન થશે. કારણ કે રેલીની આખી જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે.
ભાજપ આ જનસભાના માધ્યમથી આખા રાજ્યમાં એક મોટો સંદેશો આપવા માંગે છે. આ જનસભામાં લાખો મહિલાઓ ભાગ લે તેવી શક્યતાઓ છે. કેન્દ્રિય કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, આ દિવસ ખૂબ જ પવિત્ર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિવર્તન સંકલ્પ મહાસભાનું સંબોધન કરવા જયપુર આવી રહ્યા છે. ઉપરાંત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી પણ છે તેથી આ જનસભાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
રાજસ્થાનમાં ભાજપ દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા રાજ્યના ચારે ખૂણેથી કાઢવામાં આવી હતી. પહેલી યાત્રાની શરુઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના હસ્તે ત્રિનેત્ર ગણેશ મંદિર સવાઇમાધોપૂર કરવામાં આવી હતી. બીજી યાત્રા ડુંગરપુર-બાંસવાડાના પવિત્ર આદિવાસી બેણેશ્વર ધામથી કાઢવામાં આવી હતી. ત્રીજી યાત્રાની શરુઆત જેસલમેરના રામદેવરાથી રક્ષા પ્રધાન રાજનાથ સિંહના હાથે કરવામાં આવી હતી. જ્યારે ચોથી યાત્રાની શરુઆત હનુમાનગઢના ગોગામેડીથી કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ કરી હતી. આ તમામ યાત્રા 9 હજાર કિલોમીટરથી વધુ ચાલી ચૂકી છે.
આ અંગે મળતી વધુ વિગત મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિવર્તન સંકલ્પ મહાસભા માટે 42 બ્લોક બનાવવામાં આવ્યા છે. જેનું સંચાલન મહિલાઓને સોંપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ કહેવા આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂલી જીપમાં સભાની વચ્ચેથી મંચ પર જશે. દરમીયાન બંને બાજુથી મહિલાઓ પુષ્પ વર્ષા કરશે.
બીજી બાજુ ભાજપના પ્રદેશાધ્યક્ષ સીપી જોશીએ દાદિયામાં સભાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રદેશ ચૂંટણી પ્રભારી પ્રલ્હાદ જોશીએ કહ્યું કે, કોંગ્રેસની ભ્રષ્ટાચારી સરકારથી લોકો ત્રાસી ગયા છે. લોકોએ હવે નિર્ધાર કરી લીધો છે કે તેઓ કોંગ્રેસને જડમૂળ સાથે ઉખાડી દેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધાન્યકા જઇને પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યાર બાદ બપોરે જયપુરના દાદીયામાં વિશાળ પિરવર્તન સંકલ્પ મહાસભાને સંબોધીત કરશે.