જયપુર: રાજસ્થાનમાં ભાજપ ટિકિટ આપવાના મુદ્દે ઘણા મોટા નિર્ણયો લઈ રહી છે. ભાજપ રાજસ્થાન ચૂંટણીમાં હજુ વધુ 4 સાંસદોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આમાં કેન્દ્રીય પ્રધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા રાજસ્થાન બીજેપી કોર ગ્રુપની બેઠક લઈ રહ્યા છે. આજે સાંજે થનારી બેઠક પહેલા આ મહત્વનો નિર્ણય લેવાશે તેવી શક્યતાઓ છે. આ પહેલા ભાજપે 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.
ભાજપ રાજસ્થાનમાં દરેક ફોર્મ્યુલા પર કામ કરી રહી છે જેના કારણે તેમની સફળતાનો અવકાશ વધી ગયો છે. જેમાં જયપુરથી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઝુંઝુનુના માંડવાના સાંસદ નરેન્દ્ર કુમારને ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવશે, જ્યારે જયપુરથી વિદ્યાધરનગરની દિયા કુમારી, સવાઈ માધોપુરથી કિરોડી લાલ મીણા, અલવર તિજારાથી બાબા બાલકનાથ, અજમેર કિશનગઢથી ભગીરથ ચૌધરી અને સાંચોરથી દેવજી પટેલને ટિકિટ આપવામાં આવી છે.
રાજસ્થાનમાં તમામ 200 વિધાનસભા મતવિસ્તારોમાં 25 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 41 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને