ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું “ઝારખંડમાં 10 ટકા આદિવાસી ગાયબ થયા જ્યારે મુસ્લિમ વસ્તીમાં…”

નવી દિલ્હી: હાલ સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના રજૂ કરેલ પ્રથમ બજેટ પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન લોકસભામાં ઝારખંડના ગોડ્ડાથી બીજેપી સાંસદ ડૉ.નિશિકાંત દુબેએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતાં ગૃહમાં ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના લીધે મુસ્લિમોની વધી રહેલી વસ્તીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે બાંગ્લાદેશમાંથી ઝારખંડમાં સતત ઘૂસણખોરી થઈ રહી છે. જે આદિવાસી મહિલાઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો સાથે લગ્ન કરી રહી છે તેના કારણે મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે જો મારી એક વાત ખોટી હોય તો હું ગૃહમાંથી રાજીનામું આપવા તૈયાર છું.
ભાજપના સાંસદ ડો.નિશિકાંત દુબેએ કહ્યું કે હું સંથાલ પરગણાથી આવું છું. વર્ષ 2000માં સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી 36 ટકા હતી જે આજે ઘટીને 26 ટકા થઈ ગઈ છે. તો આ 10 ટકા આદિવાસીઓ ક્યાં ગાયબ થઈ ગયા? આ ગૃહ ક્યારેય આ અંગે ચિંતા વ્યક્ત નહિ કરે. તે માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે. સાંસદે કહ્યું કે અમારે ત્યાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો : ગેનીબેન ઠાકોર લોકસભામાં ઉઠાવ્યો ચાંદીપૂરા વાયરસનો મુદ્દો
ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ વધુમાં કહ્યું હતું કે આજે બાંગ્લાદેશમાંથી સતત થઈ રહેલી ઘૂસણખોરી થઈ રહી છે અને આદિવાસી મહિલાઓ આ ઘૂસણખોરો સાથે લગ્ન કરી રહી છે. તે હિન્દુ હોય કે મુસલમાન તેઓ અમારે ત્યાંથી આદિવાસી અનામત બેઠકો પરથી ચૂંટણી લડે છે. જો કે તેમના પતિ મુસ્લિમ છે. તેમણે કહ્યું હતું કે અમારે ત્યાં જિલ્લા પરિષદની જે અધ્યક્ષા છે તેમના જ પતિ મુસ્લિમ છે. આવી સ્થિતિમાં, ઝારખંડમાં કુલ 100 આદિવાસી વડાઓ છે, જે આદિવાસીઓના ક્વોટા પર છે અને તે બધાના પતિ મુસ્લિમ છે.
બીજેપી સાંસદે હમણાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દર 5 વર્ષે વસ્તીમાં 15 થી 17 ટકાનો વધારો થાય છે. માધુપુર વિધાનસભાના લગભગ 267 બૂથમાં મુસ્લિમોની વસ્તીમાં 117 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં, સમજી લો કે સમગ્ર ઝારખંડમાં ઓછામાં ઓછા 25 વિધાનસભા મતવિસ્તાર છે જ્યાં વસ્તી 123 થી વધીને 110 થઈ ગઈ છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ઝારખંડના પાકુર જિલ્લામાં રમખાણો ફાટી નીકળ્યા કારણ કે બંગાળની પોલીસ લોકો માલદા અને મુર્શિદાબાદથી આવીને લોકોને ભગાડી રહ્યા છે. આથી હિન્દુઓન ગામડાઓ ખાલી થઈ રહ્યા છે તેમ છતા ઝારખંડ પોલીસ કંઈ કરી રહી નથી.