નેશનલ

‘વર્શિપ એક્ટ ખતમ કરો’: BJP સાંસદ હરનાથસિંહ યાદવે કહ્યું સમાનતાના અધિકારોનું થાય છે હનન

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે પૂજા સ્થળ અધિનિયમ 1991 (Places of Worship Act)ને લઈને સવાલ ઉઠ્યા હતા અને ભાજપના સાંસદ હરનાથ સિંહ દ્વારા આ કાયદાને ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી. આ કાયદા પર સવાલ ઉઠાવતા તેને કહ્યું કે આ કાયદો હિન્દુ, જૈન, શીખ, અને બૌદ્ધોના ધાર્મિક અધિકારોનું હનન કરે છે. અને ભગવાન રામ અને કૃષ્ણ વચ્ચે ભેદ કરે છે જ્યારે બંને ભગવાન વિષ્ણુનો જ અવતાર છે.

તેમનું કહેવું છે કે આ કાયદો બંધારણના સમાનતાના અધિકારનું હનન કરે છે. અને આ કાયદામાં એવી જોગવાઈ છે કે શ્રી રામ જન્મભૂમિ સિવાયના 1947થી પેડિંગ મામલાઓને પૂરા થઈ ગયેલા માનવમાં આવશે. અને જો કોઈ પણ આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેને 1 થી 3 વર્ષની સજાની જોગવાઈ છે.

તેઓ વધુમાં કહે છે કે આ કાયદો ન્યાયિક સમીક્ષા પર રોક લગાવનારો કાયદો છે જે હિન્દુઓ, શીખો, બૌદ્ધોના અધિકારોને ઓછા આંકે છે. વડાપ્રધાનને અભિનંદન પાઠવતા આગળ કહે છે કે આઝાદી પછી જેઓ લાંબા સમય સુધી જેઓ સરકારમાં રહ્યા તેઓ આપના ધાર્મિક સ્થાનોની માન્યતાઓને સમજી ન શક્યા અને પોતાના રાજકીય ફાયદા માટે થઈને પોતાની સંકૃતિ પર શરમતા રહ્યા.

તેમણે કહ્યું કે આ કાયદાનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે વિદેશી આક્રમણકારીઓ દ્વારા જે તલવારની ધારે જ્ઞાનવાપી અને મથુરા સહિત અન્ય પૂજા સ્થળો ઉપર જે કબ્જા કરવામાં આવ્યા છે તેને અગાઉની સરકારોએ સાચા પુરવાર કરી દીધા છે.
અને આ કાયદો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ લઈ આવે છે જ્યારે બંને વિષ્ણુનો અવતાર છે.

જાણો શું છે વાર્શિપ એક્ટ? (What is Worshipped act)

વાર્શિપ એક્ટ અંતર્ગત આઝાદી પહેલા બનેલા કોઈ પણ ધાર્મિક સ્થળને કોઈ પણ બીજા ધાર્મિક સ્થાનમાં બદલવી નથી શકતા. એટલે કે માની લો કે કોઈ પણ ધાર્મિક સ્થળ 15 ઓગસ્ટ 1947 પહેલા જે તે ધર્મને લઈને બન્યું છે તો તેને બીજા ધાર્મિક સ્થળમાં બદલવી ન શકાય.

મંદિર મસ્જિદ ન બની શકે અને મસ્જિદ મંદિર ન બની શકે. જો કોઈ અગર આવું કરવાની કોશિશ કરે અથવા તો જે તે સ્થળ સાથે છેડછાડ કરે છે, તો તેને 1 થી 3 વર્ષની કેદ અને દંડની સજાની જોગવાઈ છે. અને જે તે વખતે શ્રી રામ જન્મ ભૂમિનો મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાથી આ મામલાને આ કાયદાથી અલગ રાખવામા આવ્યો હતો.

આ કાયદાનો આધાર રાખીને જ્ઞાનવાપી કેસને લઈને મુસ્લિમ પક્ષે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અલાહબાદ હાઈકોર્ટે ત્યારે સ્ટે લગાવીને જે તે સ્થિતિને કાયમ રાખી હતી. જો કે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો હતો કે કોઈ પણ મામલે સ્ટે ઓર્ડર 6 મહિના માટે રહેશે. જેને લઈને વારાણસી કોર્ટમાં ફરીથી જ્ઞાનવાપી પર સુનાવણી શરૂ થઈ ગઈ, અને આગલા બે વર્ષોમાં તેના સર્વેને મંજૂરી પણ મળી ગઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…