ટોપ ન્યૂઝનેશનલ

ભાજપને વધુ એક સાંસદની ખોટ : કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન

બેંગલુરું : લોકસભા ચૂંટણીનાં માહોલની વચ્ચે ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપને વધુ એક સાંસદની ખોટ પડી છે. કર્ણાટકના ચામરાજનગરના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું ગઈકાલે મોડીરાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં 76 વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા 4 દિવસથી ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાથી તેમનું નિધન થયું હતું. તાજેતરમાં હાથરસના ભાજપના સાંસદ રાજવીર દિલેરનું પણ નિધન થયું હતું.

ચામરાજનગર સીટના 76 વર્ષીય બીજેપી સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદની તબિયત બગડતા તેઓને છેલ્લા 4 દિવસથી બેંગલુરુની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા. મળતી માહિતી મુજબ, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. વી શ્રીનિવાસ ચામરાજનગરથી 5 વખત સાંસદ અને નંજનગુડથી 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેણે તાજેતરમાં જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી હતી.

તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આજે મૈસુરમાં તેમના જયલક્ષ્મીપુરમ નિવાસસ્થાને લાવવામાં આવશે. વી શ્રીનિવાસ ચામરાજનગરથી 7 વખત સાંસદ અને નંજનગુડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

24 એપ્રિલે ઉત્તર પ્રદેશની હાથરસ લોકસભા સીટના બીજેપી સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ રદ કરી દીધી હતી અને આ વખતે તેણે અનુપ પ્રધાનને મેદાનમાં ઉતાર્યા છે. સીએમ યોગી સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button