જયપુરના 100 ખાનગી લોકર્સમાં 50 કિલો સોનું અને 500 કરોડ રુપિયા: ભાજપના નેતાનો દાવો

જયપુર: જયપુરના 100 ખાનગી લોકર્સમાં 50 કિલો સોનું અને 500 કરોડ રુપિયાનું કાળું નાણું મૂકવામાં આવ્યું છે એવો આક્ષેપ ભાજપના રાજ્યસભા સદસ્ય કિરોડીલાલ મીનાએ શુક્રવારે કર્યો હતો. જોકે આ લોકર્સ કોના છે એ અંગેનો તેમણે કોઇ ખૂલાસો કર્યો નહતો.
એકદંરે 100 લોકર્સમાં લગભગ 500 કરોડ રુપિયા તથા 50 કિલો સોનું છે. પોલીસ અહીં આવે અને લોકર ખોલે ત્યાં સુધી હું ગેટ પર જ ઊભો રહીશ. એમ કિરોડીલાલ મીનાએ કહ્યું હતું. કિરોડીલાલ મીના ભાજપના સવઇ માધોપૂર મતદારસંઘના ઉમેદવાર છે. તેમણે પત્રકાર પરિષદ બોલાવીને જે બિલ્ડીંગમાં આ લોકર્સ છે ત્યાં પત્રકારોને આવવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ સંબંધિત બિલ્ડીંગમાં જઇને પોલીસે લોકર્સ ખોલવા તેવી વિનંતી પણ તેમણે કરી છે.
કિરોડીલાલ મીનાએ 100 લોકર્સ ખોલવાની માંગ કરતા કહ્યું કે તેઓ હમાણા આ લોકર્સ કોના છે એ નામનો ખૂલાસો નહીં કરે. નમા ન જણાવવાનું કારણ આપતા તેમણ કહ્યું કે, હું નામોનો ખૂલાસો પછી કરીશ, જો હમણાં જ નામ કહી દઇશ તો રાજકીય દબાણમાં લોકર્સ ખોલવામાં નહીં આવે. કિરોડીલાલ મીનાએ આ પ્રાઇવેટ લોકર્સ અંગે બહૂ મોટો ખૂલાસો કર્યો છે. મીનાએ કહ્યું કે આ ખાનગી લોકર્સમાં રાખેલ 500 કરોડ રુપિયા અને 50 કિલો સોનું એ કાળું ધન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતાં મહિનામાં એટલે કે નવેમ્બરમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી પહેલાં રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. એમાં હવે કિરોડીલાલ મીનાનો આ દાવો રાજસ્થાનના રાજકારણમાં મોટી ઉથલ-પાથલ તો નહીં થાય ને એની તરફ બધાનું ધ્યાન છે.