ઝારખંડમાં એનડીએની ડીલ ફાઈનલઃ ભાજપ 68 બેઠક પર લડશે ઈલેક્શન

રાંચીઃ ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષોની હલચલ વધી ગઇ છે. દરમિયાન એવી માહિતી મળી છે કે એનડીએના ઘટક દળો વચ્ચે સીટ શેરિંગ માટે સમજૂતિ થઇ ગઇ છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને ઝારખંડ વિધાન સભાની ચૂંટણી માટે પ્રભારી તરીકે નિમવામાં આવ્યા હતા. તેમણે જાણકારી આપી હતી કે સીટ શેરિંગ અંતર્ગત ભાજપ ઝારખંડની 68 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU)ને 10 બેઠકો, JDUને બે બેઠકો અને LJP(R)ને એક બેઠક આપવામાં આવી છે. તેમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. જેડીયુ જમશેદપુર પશ્ચિમ અને તામર બેઠક પરથી ચૂંટણી લડશે. ચતરા વિધાનસભા સીટ ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી એલજેપી રામવિલાસને આપવામાં આવી છે.
| Also Read:
ઝારખંડ વિધાન સભા માટે બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ઝારખંડમાં એનડીએનો સામનો જેએમએમના નેતૃત્વવાળા I.N.D.I ગઠબંધન સાથે થશે, જેમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડીનો સમાવેશ થાય છે.
| Also Read:
AJSUના નેતા સુદેશ મહતોએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના લોકો ઇચ્છે છે કે બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ, તેથી અમે સંયુક્ત રીતે ચૂંટણી લડીશું. લોકો ઈચ્છે છે કે કલ્યાણકારી સરકાર બને. રાજ્યની વર્તમાન સરકાર અંગત સ્વાર્થમાં કેટલી નીચી હદ સુધી જઈ શકે છે તે લોકોએ જોયું છે.