ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Gujarat માં 25 લોકસભા બેઠકના પરિણામના વલણમાં ભાજપ 23 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ

Gujarat માં 25 લોકસભા બેઠકના પરિણામના વલણમાં ભાજપ 23 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) 25 લોકસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં મતગણતરીમાં પ્રથમ બે કલાકમાં ચૂંટણી પરિણામોના(Election Result) સામે આવેલા વલણ મુજબ ભાજપ 23 અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. અમદાવાદમાં પૂર્વમાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ 17,902 વોટથી આગળ, અમદાવાદમાં પશ્ચિમમાં ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 48,250 વોટથી આગળ છે. જામનગરમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા 28,940 મતથી આગળ છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર પાછળ છે. આણંદમાં ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ 6037 મતથી આગળ છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડા પાછળ છે. જ્યારે નવસારી બેઠક પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ 72,978 વોટથી આગળ છે.

પૂનમ માડમ 7667 મતથી બીજા રાઉન્ડ બાદ આગળ

જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમ 7667 મતથી બીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહ્યા છે. કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 14,000 હજાર મતોથી આગળ, રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 54,172 મતથી આગળ ચાલી રહ્યા છે.બારડોલી બેઠક પરથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 38,236 મતથી આગળ છે.

ગેનીબેન ઠાકોર 5600 મતથી આગળ

બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 5600 મતથી આગળ છે તેમને 37,500 મત મળ્યા છે. જ્યારે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને 35,178 મત મળ્યા છે. પાટણ બેઠક પર પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર 2114 મતથી આગળ ચાલી રહ્યા છે.

આ ન્યૂઝ અમે અપડેટ કરતા રહીશું , તમે જોતા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button