Arunachal પ્રદેશમાં ભાજપ બહુમત તરફ અગ્રેસર, શરૂઆતી વલણમાં સ્પષ્ટ થતા પરિણામો
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં 60 સભ્યોની અરુણાચલ(Arunachal) પ્રદેશ વિધાનસભા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું.
અરુણાચલ પ્રદેશમાં ભાજપ(BJP) જીત તરફ આગળ વધી રહી છે. હાલ મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી 35 સીટો માટે ટ્રેન્ડ બહાર આવ્યા છે. જેમાંથી ભાજપે 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે જ્યારે તે 19 પર આગળ છે. આ સિવાય ત્રણ સીટો પર એનપીપી અને એક પર અન્ય આગળ છે.
અરુણાચલ પ્રદેશમાં કુલ 60 વિધાનસભા સીટો છે. જેમાં બહુમત માટે 31 બેઠકો જરૂરી છે.
અરુણાચલ પ્રદેશમાં 44 થી 51 સીટો જીતી શકે છે
જ્યારે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ અરુણાચલ પ્રદેશમાં 44 થી 51 સીટો જીતી શકે છે. જ્યારે એનપીપીને 2 થી 6 બેઠકો અને કોંગ્રેસને માત્ર એકથી ચાર બેઠકો મળે તેવી શક્યતા છે. અન્યને બેથી છ બેઠકો મળી શકે છે.
2019માં ભાજપે 41 બેઠકો જીતી હતી
2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અરુણાચલ પ્રદેશમાં 41 બેઠકો જીતી હતી. જેડીયુએ સાત બેઠકો જીતી હતી. એનપીપીને પાંચ, કોંગ્રેસને ચાર અને પીપીએને એક બેઠક મળી હતી. આ ઉપરાંત બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા. નબામ તુકી સિવાય કોંગ્રેસના તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.
Also Read –