ભાજપના હોદેદારોની શનિવારે બેઠક
નવી દિલ્હી: સભ્યપદ ઝુંબેશના પ્રારંભને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની 17 ઓગસ્ટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પરિણામ નવા પક્ષ પ્રમુખની ચૂંટણીમાં થવાની શક્યતા છે.
રાષ્ટ્રીય સ્તરે ભાજપની સંગઠનાત્મક ટીમમાં હોદ્દો ધરાવનારાઓ ઉપરાંત આ બેઠકમાં વિવિધ રાજ્યોમાં પાર્ટીના સંગઠનના પ્રભારી, પક્ષના પ્રદેશ પ્રમુખો અને મહાસચિવો પણ હાજર રહેશે.
લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે સત્તાધારી પક્ષ પ્રમુખની ઔપચારિક રીતે ચૂંટાઈ આવે તે પહેલાં ‘કાર્યકારી પ્રમુખ’ની નિમણૂક કરી શકે છે કારણ કે ચૂંટણી યોજવા માટે પૂર્ણ કરવાની આવશ્યક સભ્યપદની ઝુંબેશ છ મહિના લંબાઈ શકે છે.
આ પણ વાંચો : MVA જીત્યું તો નક્કી આ યોજનાઓ બંધ થશેઃ ભાજપના પ્રદેશપ્રમુખે ભવિષ્ય ભાખ્યું
વર્તમાન પ્રમુખ જે. પી. નડ્ડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે જોડાતાં, તેમને પાર્ટીના ‘એક વ્યક્તિ, એક પદ’ના ઠરાવ મુજબ રાજીનામું આપવાની ફરજ પડી શકે છે.
જો કે 2019માં જ્યારે નડ્ડા મોદી 2.0 સરકારમાં જોડાયા નહોતા ત્યારે પાર્ટીના સુકાન માટે ગૃહ પ્રધાન અમિત શાહના સ્પષ્ટ અનુગામી તરીકે તેમનું નામ ઉભરી આવ્યું હતું, પરંતુ તેનાથી વિપરિત અત્યારેે કોઈ સ્પષ્ટ વિકલ્પ દેખાતો નથી.
જાન્યુઆરી 2020 માં ઔપચારિક રીતે પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં નડ્ડાને જૂન 2019 માં કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભાજપના પ્રમુખ પરંપરાગત રીતે સર્વસંમતિથી ચૂંટાયા છે.
ભાજપ સંગઠનાત્મક ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે જેમાં બૂથ, મંડળો, જિલ્લાઓ અને રાજ્યોમાં નવી સમિતિઓની રચનાનો સમાવેશ થાય છે તે પહેલાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષને પસંદ કરવા માટે પસંદગીના પ્રતિનિધિઓ મળે છે. પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વ્યાપક પરામર્શમાં વ્યસ્ત છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત શાહ અને નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ રવિવારે આરએસએસના સેક્ધડ-ઈન-કમાન્ડ અને જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબલે સહિતના કાર્યકર્તાઓને મળ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે સિંહના નિવાસસ્થાન પરની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા અને તેમને મદદ કરવા માટેના પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ ઉમેર્યું હતું કે કેરળમાં હિન્દુત્વ સંગઠનની આગામી સંકલન બેઠક અને રાજકીય મુદ્દાઓ જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા હતા.
ભાજપના વૈચારિક પૂર્વજ ગણાતા આરએસએસની સામાન્ય રીતે પાર્ટીના અધ્યક્ષની પસંદગીમાં મહત્વની ભૂમિકા રહી છે. (પીટીઆઈ