નેશનલ

ભાજપ નેતા Nathe Khan નો મહિલા સાથેનો પ્રાઇવેટ Video Leak,બરતરફ કરાયા, કહ્યું પત્ની સાથેનો વિડીયો

ઉદયપુર : ભાજપે રાજસ્થાનમાં ઉદયપુર ગ્રામીણ લઘુમતી મોરચાના પ્રમુખ નત્થે ખાનને(Nathe Khan)પદ પરથી હટાવી દીધા છે. જેમાં યુવતી સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ નત્થે ખાને વીડિયોમાં દેખાતી મહિલાને પોતાની પત્ની ગણાવી છે. હાલમાં આ વીડિયોએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કુરાબાદ બંબોરા વિસ્તારના એક વોટ્સએપ ગ્રુપમાં 9મી સપ્ટેમ્બરની રાત્રે લગભગ 10 વાગ્યે નત્થે ખાનના મોબાઈલ નંબર પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ ગ્રુપ સાથે જોડાયેલા લોકોએ તરત જ નત્થે ખાનને આ અંગે જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ગ્રુપના ઘણા સભ્યોએ વીડિયો ડાઉનલોડ કરીને શેર કરી દીધો હતો. આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો.

વીડિયો વાયરલ થવાની માહિતી મળતાં જ નત્થે ખાને એક નિવેદન જાહેર કરીને તેની સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તે વીડિયોમાં તેની પત્ની સાથે વાતચીત કરી રહ્યો હતો. આ તેમનું અંગત જીવન છે.નત્થે ખાને કહ્યું કે એક સામાજિક કાર્યકર હોવાને કારણે ઘણા લોકો તેમના ઘરે આવતા રહે છે. કોઈએ મોબાઈલ દ્વારા તેનો વીડિયો વાયરલ કર્યો હતો. આ ખૂબ જ શરમજનક છે અને તેની તપાસ કરવામાં આવશે.

નત્થે ખાનના પરિવારનો રાજકારણમાં પણ નોંધપાત્ર પ્રભાવ રહ્યો

નત્થે ખાનનો આરોપ છે કે આ પ્રયાસ તેમને બદનામ કરવા અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે કરવામાં આવ્યો છે. આ બધું કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.નત્થે ખાન ભાજપમાં મજબૂત નેતા તરીકેની ઈમેજ ધરાવે છે. છેલ્લા 10 વર્ષમાં સતત ત્રીજી વખત ભાજપે નત્થે ખાનને લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે. નત્થે ખાનના પરિવારનો રાજકારણમાં પણ નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે.

વર્ષ 2015માં તેમની પુત્રવધૂ અસમા ખાન ભાજપની ટિકિટ પર કુરાબાદથી પંચાયત સમિતિના સભ્ય બન્યા છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ નત્થે ખાનને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ