
હૈદરાબાદ : તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં ભાજપ નેતા માધવી લતાની પોલીસે અટકાયત કરી છે. તેવો એક પૌરાણિક મંદિરને તોડવાનો વિરોધ કરી રહ્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ ભાજપ નેતા માધવી લતા બંજારા હિલ્સ વિસ્તારમાં 100 વર્ષ જૂના ગ્રામ દેવતા મંદિરને તોડવા નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. કોંગ્રેસની રેવંત રેડ્ડી સરકાર પર મંદિર તોડી પાડવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
સરકાર પર મંદિર તોડવાનો આક્ષેપ
આ ઘટનાની મળતી માહિતી મુજબ મંદિર પર બુલડોઝર એકશનની વાત ફેલાતા વિસ્તારમાં તણાવ વધ્યો હતો. જેમાં સ્થાનિક લોકો અને ભાજપ કાર્યકર્તા રોડ પર ઉતરીને વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ નેતા માધવી લતા પણ સામેલ થયા છે. માધવી લતાએ આ પ્રદર્શન દરમિયાન તેમણે રાજ્ય સરકાર પર મંદિર તોડવાનો આક્ષેપ લગાવ્યો હતો.
તેલંગાનામાં હિંદુ સુરક્ષિત નથી
માધવી લતાએ કહ્યું કે આ એકશનથી સરકારે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. હું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહી હતી પરંતુ પોલીસે જબર જ્સ્તી મારી અટકાયત કરી છે. તેલંગાનામાં હિંદુ સુરક્ષિત નથી સરકાર હિંદુઓ પર અત્યાચાર કરી રહી છે. તેમણે માંગ કરી હતી કે મંદિર ફરી બનાવવામાં આવે અને કાર્યવાહી પર જવાબદાર લોકો પર કાર્યવાહી કરો.
ભાજપે રેવંત રેડ્ડી સરકાર પર આકરા પ્રહારો કર્યા
ઉલ્લેખનીય છે કે, ભાજપે આ મુદ્દે રેવંત રેડ્ડીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ તોડફોડ દરમિયાન મોટી માત્રામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપ નેતા માધવી લતા હૈદરાબાદ લોકસભા બેઠક પરથી એઆઈએમઆઈએમ ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ ચુંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી.
આ પણ વાંચો…હૈદરાબાદની કંપની મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો સાફ કરશે