નેશનલ

રે કળિયુગઃ સગીર દીકરી પર જનેતાએ કરાવ્યો બળાત્કાર, ભાજપની પૂર્વ નેતા અનામિકાની ધરપકડ

હરિદ્વાર, ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં પૂર્વ ભાજપ નેતા અનામિકા શર્માની પોલીસે ધરપકડ કરી છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે પૂર્વ ભાજપ નેતા અનામિકા શર્માએ તેના પ્રેમી અને તેના સાથીઓની સાથે પોતાની સગી સગીર પુત્રી પર દુષ્કર્મ કરાવ્યું હતું. તેવા આરોપમાં પોલીસ દ્વારા અનામિકા શર્માની ધરપકડ કરવામાં આવી હતી. સગીર પર દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવમાં આવતા દુષ્કર્મની પુષ્ટિ થઈ

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 13 વર્ષની સગીરાએ આ વાત પોતાના પિતાને કહી હતી. તે પછી પોલીસ ફરિયાદ કરાવમાં આવી અને તપાસ શરૂ કરાવમાં આવી હતી. પિતાએ કરેલી પોલીસ ફરિયાદ બાદ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવમાં આવ્યું હતું. આ તપાસમાં દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ હતી. જેથી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આરોપી અનામિકા શર્મા અને તેના પ્રેમી સુમિત પટવાલની બુધવારે હરિદ્વારની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પટવાલના સાથી શુભમની પણ મેરઠના શાહપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

અનામિકાની સંમતિથી અને હાજરીમાં આરોપીઓએ આ કૃત્ય કર્યું

અનામિકા શર્મા તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને તેના પ્રેમી સાથે તેની હોટલમાં રહેતી હતી, જ્યારે તેની પુત્રી તેના પિતા સાથે રહેતી હતી. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન હરિદ્વાર, આગ્રા અને વૃંદાવનમાં સગીરા પર અનામિકા શર્માના બોયફ્રેન્ડ અને તેના સાથીએ અનેક વખત સામૂહિક દૂષ્કર્મ ગુજાર્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીએ તેની માતા (અનામિકા શર્મા)ની સંમતિથી અને તેની હાજરીમાં આ ગુનો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આરોપીએ સગીરાને તેના પિતાને ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો -‏‏‎ મહેસાણામાં સગીર દીકરી સાથે દુષ્કર્મ કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

હરિદ્વાર જિલ્લામાં મહિલા મોરચાની પ્રમુખ હતી અનામિકા

પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને ત્રણેય આરોપી પર BNS કલમ સામૂહિક દુષ્કર્મ, ગુનાહિત ધાકધમકી અને POCSO કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અનામિકા શર્મા પહેલા હરિદ્વાર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની પ્રમુખ હતી. જો કે, જ્યારે કેસમાં તેમનું નામ આવ્યું ત્યારે પાર્ટીએ તેને આ પદમાંથી હટાવી દીધી હતી. ઓગસ્ટ 2024 થી તેણે કોઈ પાર્ટી પદ સંભાળ્યું નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button